GSTV

નિર્ભયા કેસમાં હાઈકોર્ટે કહ્યું, સવારે સાડા પાંચ વાગ્યા સુધી સુનાવણી કરવા તૈયાર છીએ

nirbhaya

Last Updated on March 19, 2020 by Pravin Makwana

નિર્ભયાના દોષિતોને થોડી કલાકો બાદ ફાંસીની સજા આપવાની હોય, તેમ છતાં પણ દોષિતોના વકીલ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાતે સુનાવણી કરાવી હતી. જો કે, કોર્ટે આ સુનાવણીમાં વકીલ એપી સિંઘની અરજી રદ કરી દીધી છે. નિર્ભયાના ગુનેગારો પાસે હવે તમામ કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા છે. ફાંસી સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.

દિલ્હી હાઈકોર્ટે રદ કરી અરજી

નિર્ભયાના દોષિતોના વકીલે કોર્ટ પાસે 2-3 દિવસનો વધારાનો સમય માગ્યો હતો. વકીલે જણાવ્યું હતું કે, અમે જે દસ્તાવેજો જમા કરાવાના હતા, તે ન કરાવી શક્યા. ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, પહેલા જ રાતના 10 અને 45 મિનિટ થઈ ગયા છે, સવારે ફાંસીની સજા આપવાની છે. કોઈ ઠોસ કારણ બતાવો.હાઈકોર્ટે ખાસ જણાવ્યું હતું કે, અમે એના પર કંઈ જ સાંભળીશું નહીં, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. કાયદો પણ તેનો સાથ આપે છે, જે સમય પર કામ કરે છે. પણ તમે તો અઢી વર્ષ સુધી શાંત રહ્યા. કોર્ટે જણાવ્યું હતું કે, ડેથ વોરંટની પણ અમુક પવિત્રતા હોય છે, જેને જાળવવી જોઈએ. ક્યાં સુધી આવી રીતે ચાલશે.

કોર્ટમાં વકીલનો ઉધડો લીધો

હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી, જેમાં કોર્ટે કહ્યું, “પક્ષકારોનું કોઈ જોડાણ, કોઈ સોગંદનામું કે મેમો નથી. આ કેસમાં કંઈ નથી. શું તમને આ અરજી દાખલ કરવાની મંજૂરી છે?” જવાબમાં સિંહે કહ્યું, “કોરોનાવાયરસને કારણે કોઈ ફોટો કોપી મશીન કામ કરી રહ્યું નથી.” આ તરફ કોર્ટે કહ્યું, “તમે આજે ત્રણ અદાલતમાં દલીલ કરી છે. તમે એવું કહી શકતા નથી કે, વસ્તુઓ ઉપલ્બધ નથી. અમે રાત્રે અહીં 10 વાગ્યે પણ તમારી સુનાવણી કરી રહ્યા છીએ.”

અગાઉ પણ અરજી થઈ છે રદ

તે જ સમયે, દોષિત પવન ગુપ્તાના વકીલ એ.પી.સિંઘે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી રાષ્ટ્રપતિની દયા અરજીને બરતરફ કરવાને પડકાર આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલાની સુનાવણી મોડી રાત્રે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટે અક્ષય ઠાકુરની અરજી નામંજૂર કરી હતી, જેમાં તેમણે બીજી વખત રાષ્ટ્રપતિને તેમની દયા અરજી નામંજૂર કરવા પડકાર ફેંક્યો હતો.

સવારે સાડા પાંચ વાગ્યે ફાંસીએ ચડાવી દેવામાં આવશે

નિર્ભયાના ગુનેગારોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. શુક્રવારે વહેલી સવારે નિર્ભયાના દોષીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવશે. જોકે ફાંસી પહેલા ચારેય દોષીતોના પરિવારે તેમની સાથે તિહાર જેલમાં છેલ્લી મુલાકાત કરી. આ મુલાકાતમાં ગુનેગારો તેમના પરિવારજનોને બંધ રૂમમાં મળ્યા હતા.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!