GSTV
Home » News » નિર્ભયા કેસઃ ફાંસી આપવા માટે જલ્લાદને મળશે હજારો રૂપિયા, સજા સમયે આરોપીઓએ કમાયા આટલા રૂપિયા

નિર્ભયા કેસઃ ફાંસી આપવા માટે જલ્લાદને મળશે હજારો રૂપિયા, સજા સમયે આરોપીઓએ કમાયા આટલા રૂપિયા

નિર્ભયાના દોષિઓને 22 જાન્યુઆરીએ દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવાની છે. સુપ્રીમ કોર્ટથી દોષિઓની ક્યુરેટિવ યાચિકા પણ ખારીજ કરી દેવાં આવી છે. એવામાં તિહાડ જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફાંસી આપનાર પવન જલ્લાદને પણ બોલાવવામાં આવ્યો છે અને તે 20 જાન્યુઆરીએ જ તિહાડ જેલ પહોંચી જશે. પ્રશાસનની તરફથી આ ચાર દોષિઓએ સજા કાપતી વખતે જે કમાણી કરી છે તેનો પણ આંકડો સામે આવ્યો છે. ચારે દોષિઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસી આપવામાં આવશે.

કયા આરોપીએ કમાયા કેટલા રૂપિયા?

જેલમાં કેદિઓને કમાણી કરવા માટે કંઈક કામ આપવામાં આવે છે જેમાં તે પોતાની મરજી અનુસાર યોગદાન આપી શકે છે. નિર્ભયાના આરોપીઓએ પણ તિહાડમાં રહેતા અમુક કામ કર્યું હતું. હવે જ્યારે તેમની સજા અંતિમ પડાવ પર આવી પહોંચી છે તો જેલ પ્રશાસને તેનો હિસાબ પણ આપ્યો છે. વિનય પવન અને અક્ષયે કામ કરી હજાર રૂપિયા કમાયા છે. પરંતુ મુકેશે જેલમાં કોઈ કામ ન કરવાનો નિર્ણય લીધો.

  • સજા વખતે જેલમાં કામ કરતી વખતે
  • વિનયે 39000 રૂપિયા કમાયા
  • પવને 29000 રૂપિયા કમાયા
  • અક્ષયે 69000 રૂપિયા કમાયા
  • મુકેશે કોઈ કામ નથી કર્યું.

20એ તિહાડ પહોંચશે જલ્લાદ, મળશે આટલા રૂપિયા

તિહાડ જેલ પ્રશાસનની તરફથી નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવા માટે પવન જલ્લાદને બોલાવવામાં આવ્યો છે. 20 જાન્યુઆરીએ પવન જલ્લાદ તિહાડ પહોંચશે અને બે દિવસ માટે ત્યાં જ રહેશે. પવનને એક ફાંસી આપવાના 15 હજાર રૂપિયા મળશે. એટલે કે કુલ 4 ફાંસી આપવાના પવનને 60 હજાર રૂપિયા મળશે.

Read Also

Related posts

દેખાતી હતી એટલી હોટ કે મોટી થતાં થતાં જ 3 વાર થયો હતો બળાત્કાર, એકવાર તો ગેંગરેપ થયો

pratik shah

ટી-20નાં ફોરમેટમાં ટીમ ઈન્ડીયાની સફળતા, સૌથી વધુ વખત 200+ રનનો ટાર્ગેટ કર્યો ચેઝ

pratik shah

2.5 લાખની વાર્ષિક કમાણી પર ઈન્કમટેક્સના બદલાઈ ગયા છે નિયમો, જાણી લો નહીં તો પસ્તાશો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!