GSTV
India News ટોપ સ્ટોરી

નિર્ભયા કેસ: 22 જાન્યુઆરીએ દોષિતોને થશે ફાંસી, ડેથ વોરંટ જાહેર

વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલે દિલ્હીની પટિયાલ હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. આ પહેલા વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા ચારેય દોષિતો સાથે જજે વાત કરી. આ દરમિયાન મીડિયાને પણ અંદર જવા દેવામાં આવ્યા નહોતા.

આ પહેલા નિર્ભયા મામલાની સુનવણી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ હતી કોર્ટ તેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ દોષિતોની પુરર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે જુલાઈ 2018માં જ ફગાવી દીધી હતી અને તેમની પાસે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવા માટે દોઢ વર્ષનો સમય હતો પરંતુ ત્યારે તેમણે પિટીશન કરી નહી. હવે પટિયાલા હાઉસ કોર્ટ થોડીવારમાં પોતાનો નિર્ણય સંભળાવશે.

કોર્ટ થોડીવારમાં દોષિતોના ડેથ વોરંટ પર નિર્ણય સંભળાવશે. પટિયાલા હાઉસ કોર્ટના જજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચારે દોષિતો સાથે વાત કરશે. નિર્ભયા મામલે ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલાં ફાંસીની સજા આપવામાં આવી ચૂકી છે, હવે માત્ર ડેથ વોરંટ જાહેર કરવા પર નિર્ણય આવવાનો છે.

ઉલ્લેખનિય છે કે, 16-17 ડિસેમ્બર 2012ની રાત્રે પોતાના મિત્રો સાથે એક ખાલી ખાનગી બસમાં ચડેલી 23 વર્ષિય પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે 6 લોકોએ ગેંગરેપ કર્યો અને વિદ્યાર્થીનીના મિત્રોને પણ ખુબ માર માર્યો. બાદમાં બંન્નેને મહિપાલપુરમાં રોડના કિનારે ફેંકી દીધી. પીડિતાનું 29 ડિસેમ્બર 2012ના રોજ મોત થયું હતું.

સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં જ રડી પડ્યાં હતાં. આ પહેલાં જજે 13 ડિસેમ્બરે હાથ ધરાયેલી સુનાવણીમાં અક્ષયની પુનર્વિચાર અરજી સુપ્રીમમાં હોવાથી તેની સુનાવણી ટાળી હતી. તો 18 ડિસેમ્બરે નિર્ભયા ગેંગરેપના દોષી અક્ષયસિંહ ઠાકુરની પુર્નવિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.

4:53 દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા અપાશે

 • 4:44 નિર્ભયાકેસની સુનાવણી દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટે તિલક માર્ગ પોલીસ સ્ટેશનથી એક એસએચઓને બોલાવ્યા, મીડિયાને પણ કોર્ટરૂમમાં નો એન્ટ્રી
 • 4:17 દોષી અક્ષયે એક પેપરમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાબતે ખુલાસો કરતાં જણાવ્યું કે અમે આ સજા ટાળવા માટે ષડયંત્ર કરી રહ્યા છે એ બાબત ખોટી છે.
 • 4:10 કોર્ટે તમામ આરોપીઓને એક બાદ એક નામ બોલવાનું જણાવ્યું, જજે મુકેશને પૂછ્યું કે એમ એલ શર્માને તે વકીલ રાખવા માગે છે કે એમએલ શર્મા તેના પ્રતિનીધિ બને
 • 4:05 કોર્ટ રૂમમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જજ કરી રહ્યાં છે આરોપીઓ સાથે વાતચીત
 • 3:48 જજ અને આ કેસ સાથે સંકળાયેલા વકીલો જ વીડિયો કોન્ફરન્સ હોલમાં છે મોજૂદ
 • 3:45 મીડીયાને પણ વીડિયો કોન્ફરન્સીંગ હોલમાંથી બહાર જવાનું જણાવી દેવાયું
 • 3:01 બપોરે 3:30 કલાકે તમામ દોષિયો સાથે જજ વીડિયો કોન્ફરન્સથી વાત કરશે આ સમયે ડેથ વોરંટ મામલે નિર્ણય લેવાશે.
 • 3:00 એમએલ શર્માએ કહ્યું કે આ કેસના દોષિયોને બતાવી દેવામાં આવ્યું છે કે તેમની પાસે દયા યાચિકાનો સમય છે. તો બીજી તરફ ઓપી સિંહે કહ્યું હતું કે, વિનય માટે તેઓ ક્યુરેટિવ પીટિશન કરવાના છે.
 • 2:59 આ કેસની સુનાવણીમાં નિર્ભયા અને મુકેશની મા રડી રહી હતી. દોષી મુકેશની માએ પણ જજને કહ્યું હતું કે તેઓ પણ એક મા છે તેમની ચિંતાઓને ધ્યાને લેવાય.
 • 2:45 સુનાવણી સમયે વકીલો વચ્ચે જોરદાર દલીલો થઈ છે. વકીલોએ એકબીજા પર આ કેસને વધુ ખેંચવાનો આરોપ લગાવ્યો છે. આ સમયે જજે પણ વચ્ચે પડવું પડ્યું હતું અને કહ્યું હતું કે, કોર્ટ વ્યવસ્થાની પણ માન મર્યાદા જાળવે.
 • 2:25 વકીલ રાજીવ મોહને ટ્રાયયલ કોર્ટમાં આ નરાધમોને દોષિત જાહેર કરાઈ ચૂક્યા છે. આજની તારીખમાં કોઈ દયા યાચિકા પેન્ડિંગ નથી. ડેથ વોરંટ જાહેર થતાં મામલો સમાપ્ત થતો નથી. વોરંટથી લઇને ફાંસી સુધી કોઇ પણ વ્યક્તિ દયા યાચિકા કરી શકે છે. કાયદાના હિસાબે 14 દિવસનો સમય મળવો જોઈએ.
 • 2:00 પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયા કેસની સુનાવણી શરૂ થઈ , વકીલ એમ એલ શર્માએ કહ્યું કે તેઓ મુકેશ સિંહ તરફથી દલીલો કરશે. જજે આ બાબતે વિગતો માગતાં તેઓએ જણાવ્યું કે તેઓ પ્રથમવાર આ કેસમાં હાજર થયા છે.

READ ALSO

Related posts

દિલ્હી કોર્પોરેશન ચૂંટણી પહેલા જ ‘આપ’ પાર્ટીને ફટકો, ત્રણ  ભૂતપૂર્વ ધારાસભ્યો ધારણ કર્યો કેસરિયો

Akib Chhipa

અમદાવાદ / સરસપુરમાં કેજરીવાલ-ભગવંત માનનો રોડ શો, 0 વીજળી બિલ લોકોની વચ્ચે ફેંક્યા

Nakulsinh Gohil

સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસની અરજી પર હાઈકોર્ટે શશિ થરૂરને નોટિસ ફટકારી

Siddhi Sheth
GSTV