GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

નિર્ભયાને ન્યાય : ગુજરાતે કહ્યું, ‘દેશની દિકરીને ન્યાય મળ્યો છે’

નિર્ભયાને ન્યાય

નિર્ભયના દોષિતોને ફાંસી આપ્યા ભાદ અમદાવાદીઓ સાથે જીએસટીવીએ વાતચીત કરી હતી અને દોષિતોને ફાંસી આપતા અમદાવાદવાસીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે, જે રીતે ફાંસીની તારીખ પાછળ ખેંચાઈ રહી હતી. તેના કારણે સૌ કોઈમાં રોષ હતો કે આખરે ક્યારે દોષિતોને ફાંસી આપવામાં આવશે. પરંતુ આજે એ દિવસ આવી ગયો છે. સાથેજ અમદાવાદની યુવતીઓ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પણ જણાવ્યું કે આજે દેશની દિકરીને ન્યાય મળ્યો છે અને જે દિવસની સૌ રાહ જોતા હતા તે દિવસ આવી ગયો છે અને આજે દેશની દરેક યુવતીઓમાં ખુશીનો માહોલ છે.

દેશની દિકરીને ન્યાય મળ્યા બાદ અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં જીએસટીવીએ લોકો સાથે વાતચીત કરી હતી. જેમા લોકોએ મોટા ભાગે જણાવ્યું હતું કે દેશની દિકરીને ન્યાય ખુબજ મોડા મળ્યો છે. પરંતું આજે ન્યાય મળ્યા બાદ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ લોકોનું કહેવું એમ પણ હતું કે જે રીતે ફાંસીની તારીખ પાછળ ખેચાઈ રહી હતી. તે યોગ્ય ન હતું. જેથી કાયદામાં સુધારા વધારા થવા જોઈએ. પરંતુ સરકારના આ નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો હતો અને ફાંસી બાદ ખુશી વ્યક્ત કરી હતી.

સુરતમાં લોકોએ આપી પ્રતિક્રિયા

તો નિર્ભયાના દોષીતોને આપવામાં આવેલી ફાંસી મામલે સુરત વાસીઓએ પ્રતિક્રિયા આપી હતી અને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. જો કે લોકોએ સરકારને આવા કિસ્સા ન બને તે માટે સરકાર તકેદારી રાખે તેવી માંગ કરી હતી.

વડોદરાવાસીઓએ નિર્ભયા આરોપીઓના ફાંસીના નિર્ણયને વધાવ્યો

તો વડોદરાવાસીઓએ પણ નિર્ભયા ગેંગરેપના ચારેય આરોપીઓને આપવામાં આવેલી ફાંસીના નિર્ણયને વધાવ્યો હતો. લોકોએ નિર્ભયાના પરિવારને સાત વર્ષે પણ ન્યાય મળ્યો તે માટે ન્યાય તંત્રનો આભાર માન્યો હતો. બીજી તરફ લોકોએ મહિલા સુરક્ષાની પણ માંગ કરી હતી.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!