GSTV

નિર્ભયા કેસ: જો આવું કંઈ થયુ તો 3 માર્ચે પણ ટળી શકે છે દોષીઓની ફાંસી

નિર્ભયા

Last Updated on February 17, 2020 by Mansi Patel

નિર્ભયાનાં દોષીઓની ફાંસીની નવી તારીખ 3 માર્ચ સવારે 6 વાગ્યે નિશ્ચિંત કરવામાં આવી છે. આ ત્રીજી વાર છે જ્યારે નિર્ભયાનાં દોષીઓનું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, ત્રણ માર્ચે દોષીઓને ફાંસી થશે જ એવું વિશ્વાસની સાથે ન કહી શકાય. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ સોમવારે ડેથ વોરંટ પર કરવામાં આવેલી સુનાવણી દરમ્યાન કરવામા આવેલી દલીલોમાં છુપાયેલી છે.

સૌથી મોટી અને પહેલી વાત તો એ છેકે, દોષી પવને હજી સુધી સુપ્રિમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન નાંખી નથી અને ના તો તેણે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી છે.

હાલમાં જ કોર્ટમાં તેને વકીલ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. જેણે સોમવારે સુનાવણી દરમ્યાન પટિયાલા હાઉસ કોર્ટમાં જણાવ્યુકે, પવન પોતાના બંને કાયદાનાં વિકલ્પોનો ઉપયોગ કરવા માંગે છે. જો પવન ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજી નાંખે છે તો તેની સુનાવણી માટે સમય જોઈશે. દિલ્હી જેલ નિયમ મુજબ, દોષીની દયા અરજી ફગાવી દીધા બાદ તેને 14 દિવસનો સમય આપવો જરૂરી છે. એવામાં ત્રણ માર્ચે ફાંસી થવી મુશ્કેલ છે.

બીજુ કારણ અક્ષયની નવી દયા અરજી

સોમવારે ડેથ વોરંટ પર થયેલી સુનાવણી દરમ્યાન દોષી અક્ષયના વકીલ એપી સિંહે કોર્ટમાં જણાવ્યુ હતુતે, અક્ષયનાં માતા-પિતાએ પહેલાં જે દયા અરજી નાંખી હતી તે અધુરી હતી. એટલા માટે તેઓ નવી દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલશે. માની લોકે, અક્ષયની દયા અરજી પણ ફગાવી દેવામાં આવે તો તેને પણ 14 દિવસનો સમય દયા અરજી ટાળી દીધા બાદ મળશે જ.

ત્રીજું કારણ છે મુકેશનાં વકીલનું બદલાવું

સોમવારે મુકેશની માતાએ કોર્ટમાં અરજી કરીને મુકેશ માટે નવા વકીલની માંગ કરી હતી. તેની ઉપર કોર્ટે મુકેશ માટે નવા વકીલ રવિ કાઝીને નિયુક્ત કર્યા છે. રવિ કાઝી એ જ વકીવ છે જેને આ પહેલાં પવનનાં વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે એપી સિંહે પવનનો કેસ લડવાની મનાઈ કરી દીધી હતી. હવે જો વકીલ બદલાયા છે તો માનવામાં આવે છેકે, તેઓ કેસ સ્ટડી કરવામાં થોડો સમય લેશે, અને બની શકે કે, તેઓ કોઈ કાયદાનો પ્રયોગ કરીને નવું તિકડમ લગાવવાનાં પ્રયાસ કરે, જેનાંથી દોષીઓની ફાંસી ટળી શકે.

ફાંસીની સજાવિનયમુકેશઅક્ષયપવન
નીચલી અદાલતબરતરફબરતરફબરતરફબરતરફ
હાઈકોર્ટબરતરફબરતરફબરતરફબરતરફ
સુપ્રિમ કોર્ટબરતરફબરતરફબરતરફબરતરફ
પુન: વિચારબરતરફબરતરફબરતરફબરતરફ
ક્યૂરેટિવબરતરફબરતરફબરતરફવિકલ્પ બાકી
રાષ્ટ્રપતિબરતરફબરતરફબરતરફવિકલ્પ બાકી

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!