GSTV
Home » News » નિર્ભયા કેસમાં ‘તારીખ પે તારીખ’ : ડેથ વોરંટની સુનાવણી 18મી પર ઠેલાઈ

નિર્ભયા કેસમાં ‘તારીખ પે તારીખ’ : ડેથ વોરંટની સુનાવણી 18મી પર ઠેલાઈ

નિર્ભયા કેસમાં દિલ્હી કોર્ટમાં શુક્રવારે વધુ એક તારીખ પડી છે. દિલ્હીની પટિયાલા કોર્ટમાં શુક્રવારે નિર્ભયા કેસના દોષિતોને ડેથ વોરંટ ઈશ્યુ કરવા અંગે સુનાવણી યોજાવાઈ હતી.કોર્ટે જણાવ્યું કે આ કેસમાં ચાર દોષિતોને ડેથ વોરંટ ઈશ્યુ કરવા અંગે હવે તે બુધવારે 18મી ડિસેમ્બરે સુનાવણી કરશે. અિધક સેશન્સ જજ સતિષ કુમાર અરોરાએ શુક્રવારે કેસને મુલતવી રાખતા જણાવ્યું કે આ કેસના એક દોષિત અક્ષય સિંહની પુન: સમીક્ષા અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થવાની છે.

નિર્ભયાના દોષિતોને ફાંસીની સજાની પ્રક્રિયા ઝડપી કરવા અંગે નિર્ભયાના માતા-પિતાની અરજીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયાધીશે જણાવ્યું કે, એક દોષિતની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી મારે ત્યાં સુધી રાહ જોવીપડશે. સુપ્રીમ કોર્ટમાં 17મી ડિસેમ્બરે પુન: સમીક્ષા અરજી થવાની છે. તેથી 18મી ડિસેમ્બર સુધી હું આ કેસ મુલતવી રાખું છું.કોર્ટને ડેથ વોરંટ ઈશ્યુ કરવા અંગે વિનંતી કરતાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ હોવા છતાં કોર્ટ દોષિતોને ડેથ વોરંટ ઈશ્યુ કરી શકે છે. કોઈપણ બાબત કોર્ટને આમ કરતાં રોકી શકે તેમ નથી.

સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા-પિતાઓએ પણ કોર્ટને કહ્યું કે દોષિતો સજાનો અમલ પાછો ઠેલવા માટેની યુક્તિઓ અજમાવી રહ્યા છે. પાછળથી નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના દોષિતો અક્ષય, મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને ઈન-ચેમ્બર પ્રોસિડિંગમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફત કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. દરમિયાન નિર્ભયાના માતા-પિતાએ દોષિત અક્ષય સિંહની સુપ્રીમ કોર્ટમાં દાખલ ફેર વિચારણા અરજી વિરૂદ્ધ દરમિયાનગીરીની અરજી દાખલ કરી છે. અક્ષય સિંહની ફેરવિચારણા અરજી પર 17મી ડિસેમ્બરે ત્રણ જજોની બેન્ચ સમક્ષ સુનાવણી થવાની છે. કોર્ટે કહ્યું કે આ બાબતે ખુલ્લી અદાલતમાં સુનાવણી થશે.

નિર્ભયાના માતા-પિતા તરફથી વકીલે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના અધ્યક્ષપદેની બેન્ચ સમક્ષ અક્ષય સિંહની ફેરવિચારણા અરજીનો વિરોધ કર્યો હતો. બેન્ચે કહ્યું કે 17મી ડિસેમ્બરે અક્ષયની અરજીની સુનાવણી વખતે નિર્ભયાની માતાને પણ સાંભળવામાં આવશે. નિર્ભયાની માતાએ કહ્યું કે હું કોર્ટની કાર્યવાહીથી સંતુષ્ટ છું. હું સાત વર્ષથી રાહ જોઈ રહી છું. હું વધુ એક સપ્તાહ રાહ જોઈશ. મને આશા છે કે 17મી તારીખે અક્ષયની ફેરવિચારણા અરજી રદ થઈ જશે અને 18મી ડિસેમ્બરે હું અહીંથી ડેથ વોરંટ ઈશ્યુ કરાવીને જ જઈશ.

નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા પવન જલ્લાદ તૈયાર

નિર્ભયાના દોષિતોને તિહાર જેલમાં ફાંસી આપવા માટે ઉત્તર પ્રદેશના મેરઠ જેલના જલ્લાદ પવન તૈયાર છે. પવન જલ્લાદે કહ્યું કે તેના દાદાએ કુખ્યાત ગુનેગારો રંગા અને બિલ્લા ઉપરાંત ઈન્દિરા ગાંધીના મુખ્ય હત્યારાને પણ ફાંસી આપી હતી.55 વર્ષીય પવન જલ્લાદે કહ્યું કે તિહાર જેલમાં કોઈ જલ્લાદ ન હોવાથી તિહાર જેલે ઉત્તર પ્રદેશને શોર્ટ નોટિસમાં બે જલ્લાદ પૂરા પાડવા જણાવ્યું છે. હાલ નિર્ભયા કેસ સમાચારોમાં હોવાથી કદાચ તેમને ફાંસી અપાય તેવી સંભાવના  છે. પવને કહ્યું તેના દાદા કલ્લુ અને પિતા બબ્બુ પણ જલ્લાદ હતા.

READ ALSO


Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!