GSTV
Gujarat Government Advertisement

‘ક્યારે કરવી છે પરિવારજનો સાથે અંતિમ મુલાકાત ?’ નિર્ભયા કેસના નરાધમોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ

Last Updated on February 22, 2020 by Bansari

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના તમામ ચારેય આરોપીઓને ફાંસી આપવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તિહાર જેલ તંત્રએ ચારેય આરોપીઓને લેખિતમાં સૂચના આપી છે કે તેઓએ તેમના પરિવારજનો સાથે અંતિમ મુલાકાત ક્યારે કરવી છે તે અંગે તેમના પરિવારજનો તેમજ જેલ તંત્રને જણાવી દે. જેલ તરફથી જાહેર કરાયેલા નવા આદેશમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે મુકેશ અને પવન તેમના પરિવારજનો સાથે અંતિમ મુલાકાત કરી ચૂક્યા છે. જ્યારે કે પવન અને અક્ષયને પણ તેમના પરિવારજનો સાથે અંતિમ મુલાકાત કરવા માટે જણાવી દેવાયું છે.

પરિવાર સાથે છેલ્લી મુલાકાત કરશે નિર્ભયાના દોષીઓ

જો નિર્ભયાના દોષિતોને થનારી ફાંસી નહીં ટળે તો દોષિતો પોતાના પરિવારજનો સાથે છેલ્લી વખત મુલાકાત કરશે. નિર્ભયાના ચારેય આરોપીઓને 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે 17 ફેબ્રુઆરીએ નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગણીની અરજી પર આ ફેંસલો સંભળાવ્યો હતો. ચાર પૈકી ત્રણ આરોપીઓના તમામ કાયદાકીય વિકલ્પ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે કે પવન ગુપ્તાએ હજુ સુધી ન તો સુપ્રીમમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે કે ન તો રાષ્ટ્રપતિ સમક્ષ દયાની ગુહાર લગાવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!