GSTV
Home » News » અવકાશ ક્ષેત્રે ભારત અમેરિકા સમકક્ષ, સ્વદેશી ક્રુઝ મિસાઈલ ‘નિર્ભયા’ નું સફળ પરીક્ષણ

અવકાશ ક્ષેત્રે ભારત અમેરિકા સમકક્ષ, સ્વદેશી ક્રુઝ મિસાઈલ ‘નિર્ભયા’ નું સફળ પરીક્ષણ

ભારતે આજે 1000 કિલોમીટર સુધી હુમલો કરનારી સ્વદેશી બનાવટની સબ સોનિક ક્રુઝ મિસાઇલ ‘નિર્ભય’નું સફળ પરિક્ષણ કર્યુ છે. ઓરિસ્સાનાં તટિય વિસ્તારોમાં આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. નિર્ભય મિસાઇલને ખુબ જલદી સૈન્યમાં સામેલ કરવામાં આવશે. આ મિસાઇલને ભારતનાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થાન(DRDO)એ વિકસીત કર્યુ છે.

આ મિસાઇલ ક્ષમતાની દ્રષ્ટીએ અમેરિકાનાં પ્રસિદ્ધ ટોમહોક મિસાઇલની બરાબર છે. નિર્ભય મિસાઇલ 300 કિલોગ્રામ સુધી પરમાણુ વારહેડને પોતાની સાથે લઇ જઇ શકે છે. આ મિસાઇલની ચોકસાઇ ઘણઈ ઉંચી છે.

આ કારણે છે મોટી સિદ્ધી

ચાઇના અને પાકિસ્તાન તરફથી વધતા ધમકીને જોતાં, ભારતે લાંબા અંતરની તમામ-સોનિક ક્રુઝ મિસાઇલ બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝિમ (MTCR)નાં કારણે, આ શ્રેણી કરતાં વધુ મિસાઇલ વિકસાવવા માટે કોઈ વિદેશી સહયોગીઓ નહોતા. જેના પછી DRDOએ એકલા હાથે આ મિસાઇલનો વિકાસ કરવાનો નિર્ણય લીધો.

શું છે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝીમ

મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેજિમેન્ટ (એમટીસીઆર) આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ કરાર છે.જે અંતર્ગત મિસાઇલ ટેક્નોલોજી એકબીજાને આપવાથી રોકે છે. જેની રેન્જ 300 કિલોમીટર છે. જેનાં વાયરહેડ લઇ જવાની ક્ષમતા 50 કિલોગ્રામ છે. તેને વર્ષ 1987માં G-7 સભ્ય દેશો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતે વર્ષ 2016માં આ ક્લબનો સભ્ય બન્યું હતું. આ કારણે જ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રૂપે બનાવાયેલું બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની રેંજ 300 કિલોમીટર સુધી રાખવામાં આવ્યું.

આ કોઇ આંતરરાષ્ટ્રીય કાયદો નથી. પરંતુ સભ્ય દેશોની વચ્ચે એક અનૌપચારિક રાજકિય સમજૂતી છે. જે મિસાઇલ પ્રૌદ્યોગિકી પ્રસારને સિમીત રાખવા માગે છે. આ કોઇ પણ સદસ્ય દેશો માટે કાનૂની સ્વરૂપે બાધારૂપ નથી.

કેવી રીતે કામ કરે છે નિર્ભય મિસાઇલ

નિર્ભય બે ચરણમાં કામ કરે છે. 6 મીટર લાંબી અને 0.52 મીટર પહોળી મિસાઇલ છે. આ મિસાઇલ 0.6થી લઇને 0.7 મૈક ગતિથી ઉડી શકે છે. આનું પ્રક્ષેપણ વજન અધિકતમ 1500 કિલોગ્રમા છે.જે 1000 મીટર સુધી હુમલો કરી શકે છે. આ મિસાઇલમાં એડવાન્સ સિસ્ટમ દ્વારા વિકસીત રોકેટ મોટર બૂસ્ટરનો પ્રયોગ કરવામાં આવ્યો છે.જેના લીધે મિસાઇલને ઇંધણ મળે છે.

બે ચરણ માં ઉડાન ભરે છે આ મિસાઇલ

આ મિસાઇલ બે ચરણાં ઉડાન ભરે છે. પહેલી વખતમાં તે પારંપરિક રોકેટની જેમ આકાશમાં જાય છે. પછી બીજી તબક્કાની ક્ષતિજ ઉડાન ભરવા માટે 90 ડિગ્રીનો વળાંક લે છે. રડારથી બચવા માટે આ મિસાઇલ ધરતીથી માત્ર અમુક મીટરની ઉંચાઇએ ઉડીને દુશ્મનનાં ઠેકાણાને નષ્ટ કરે છે.

READ ALSO 

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!