GSTV
Gujarat Government Advertisement

મુંબઇમાં નિરવ મોદીની કાર, પેઇન્ટિંગ્સ સહિતની કિંમતી વસ્તુની હરાજી થશે

Last Updated on January 22, 2020 by Bansari

હજારો કરોડ રૂપિયાના કૌભાંડી ભાગેડુ નિરવ મોદીની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે, દેશ વિદેશમાં રહેલી નિરવ મોદીની આ સંપત્તિને જપ્ત કર્યા બાદ હવે તેની હરાજી કરવામાં આવી રહી છે.એવા અહેવાલો છે કે કૌભાંડી નિરવ મોદીની સંપત્તિને મુંબઇ સ્થિત સેફ્રોનાર્ટ દ્વારા આ હરાજી હાથ ધરવામાં આવશે. આશરે બે જેટલી હરાજી કરવામાં આવી ઔશકે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કેન્દ્ર સરકાર વતી આ ઓક્શન હાઉસ દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 27મી ફેબુ્રઆરીએ પહેલી હરાજી મુંબઇમાં યોજવામાં આવશે જ્યારે બીજી હરાજી 3-4 માર્ચના રોજ યોજવામાં આવશે. 

આવુ પહેલી વખત થયું છે કે ઇડીએ કોઇ પ્રાઇવેટ ઓક્શન હાઉસને આ જપ્ત કરેલી સંપત્તિનું ઓક્શન કરવા કહ્યું હોય. આ પહેલા ગત વર્ષે માર્ચમાં આ ઓક્શન હાઉસે આઇટી વિભાગ માટે પણ મોદીની પેઇન્ટિંગની હરાજી કરીને 54.84 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. હવે આ વખતે ઓફલાઇન હરાજી કરવામાં આવશે. 

બન્ને હરાજીમાં દેશના સર્વશ્રેષ્ઠ મનાતા કલાકારોની 15 જેટલી રચનાને સામેલ કરવામાં આવશે. સાથે જ લક્ઝુરિયસ ઘડિયાળો, હેંડબેગ અને કારનો પણ સમાવેશ હરાજીમાં થશે.

જે પેઇન્ટિંગ્સ અને અન્ય રચનાની નિલામી કરવામાં આવશે તેમાં 1935માં અમૃતા શેરગિલ દ્વારા બનાવવામાં આવેલા એક માસ્ટરપીસનો પણ સમાવેશ થાય છે કે જેને અગાઉ ક્યારેય હરાજીમાં નથી મુકવામાં આવ્યું.

આ ઉપરાંત પ્રખ્યાત પેઇન્ટિંર એમ.એફ. હુસૈનની મહાભારત સીરીઝમાંથી એક ઓઇલ ઓન કેનવાસની પણ હરાજી કરવામાં આવશે. બન્નેની કિંમત 12 કરોડથી 18 કરોડ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી રહી છે.

અન્ય જે વસ્તુઓની હરાજી કરવામાં આવશે તેમાં કિમતી ગાડીઓનો પણ સમાવેશ થાય છે. નિરવ મોદીની બે કારો જેમાં એક પોર્શ પનામરા અને રોલ્સ રોયનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક હેંડબેગ્સનો પણ સમાવેશ થાય છે. 

આ એવા હેંડબેગ છે જેનો ઓર્ડર આપ્યા બાદ તેને પહોંચવામાં બેથી ત્રણ વર્ષ લાગી જાય છે. હરાજીમાં એક અટ્રેક્શન વીએસ ગાયતોંડેની 1972માં બનાવવામાં આવેલી બ્લૂ પેઇન્ટિંગનો પણ સમાવેશ થાય છે કે જેની કિંમત સાતથી નવ કરોડ આંકવામાં આવી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!