GSTV
Gujarat Government Advertisement

કરોડો રૂપિયાનું ફેલેકુ ફેરવી વિદેશ ભાગી જનાર આ બિઝનેસમેન ભારતમાં આવી શકે છે પરત

Last Updated on May 12, 2020 by Ankita Trada

હજારો કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં ભાગેડુ ડાયમંડ વેપારી નીરવ મોદીને પાછા ભારત લાવવા માટે પ્રત્યર્પણ કેસની પાંચ દિવસની સુનાવણી લંડનમાં ચાલી રહી છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવના વકીલે તેના પક્ષમાં આશ્ચર્યજનક દલીલ કરી છે. નીરવના વકીલનો દાવો છે કે, તેની ‘માનસિક હાલત ગંભીર’ છે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિડીનો આરોપી નીરવ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં કેદ છે.

નીરવના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ઘણી ગંભીર

લંડનની ટ્રાયલ કોર્ટમાં વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા આ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન મંગળવારે મોદીના વકીલે તેને ભારતને ન સોંપવાના પક્ષમાં દલીલ કરી કે ભારત સરકાર તરફથી જેલની સ્થિતિને લઈને અપાયેલું આશ્વાસન પૂરતું નથી. નીરવના વકીલે કોર્ટને જણાવ્યું કે, ‘નીરવના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ઘણી ગંભીર છે, જેની આર્થર રોડ જેલમાં સારવાર થવી મુશ્કેલ છે. ’
ભારતીય અધિકારીઓ તરફથી બ્રિટનની પ્રોસિક્યુસન એજન્સી ક્રાઉન પ્રોસિક્યુસન સર્વિસ (સીપીએસ) દલીલો રજૂ કરી રહી છે. સીપીએસના બેરિસ્ટર હેલેન મેલ્કમે વિડીયો લિંકના માધ્યમથી કોર્ટને જણાવ્યું હતું કે, મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી)માંથી છેતરપિંડીથી ઘણા બધા રૂપિયા મેળવ્યા.

ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી

આ કેસ સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (સીબીઆઈ) અને ઈડીએ કર્યો છે અને પીએનબીમાં મોટા પ્રમાણમાં છેતરપિંડી સાથે સંબંધિત છે. નીરવની ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 5 વખત જામીન ફગાવી દેવાયામાં આવી ચૂક્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!