GSTV
Home » News » આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

આ કૌભાંડીના કારણે જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવા બેંંકનો ઇન્કાર

નિરવ મોદી પ્રકરણ પછી જેમ એન્ડ જ્વેલરી સેકટરને લોન આપવામાં બેંંક તરફથી કરાતાં ઇનકારના મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સીલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળેલી મિટિંગમાં ઉઠાવ્યો હતો. નવી ગોલ્ડ પોલિસી બાબતે નવી દિલ્હીમાં મળી ગયેલી મિટિંગમાં દેશભરમાંથી જ્વેલરી ક્ષેત્રના સભ્યો ઉપસ્થિત રહ્યા. હતા.

જ્વેલરીના એસ.એમ.ઈ. સેક્ટરને બેન્કો તરફથી મળતી લોન ઉપર નિયંત્રણ આવતા તકલીફો પડી રહી છે, જે મુદ્દો જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્યોએ મિનિસ્ટ્રી ઓફ કોમર્સના અધિકારીઓ સાથે મળેલી મિટિંગમાં ઉઠાવ્યો હતો. સરકારની નવી ગોલ્ડ પોલિસીમાં ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ અને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને આવરી લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.

એસ.એમ.ઈ સેકટરને લોન મેળવવા માટેની જે તકલીફો પડી રહી છે તેના માટે ગોલ્ડ બુલિયન બેંક બનાવવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી હતી.  ગોલ્ડ  બુલિયન બેંકમાંથી લોકો સેવિંગ, રિકરીંગ અને એસઆઈપીના ખાતા દ્વારા સોનુ ખરીદી શકે એવી સગવડ થઈ શકે એવી રજૂઆત કરવામાં આવી હતી. ગોલ્ડ સ્પોટ ચાલુ કરવા માટે નીતિ આયોગ સમક્ષ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે એમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.

Related posts

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel

બેન્કની આ સર્વિસ માટે નવા વર્ષથી નહી આપવો પડે કોઇ ચાર્જ, ગ્રાહકોને થશે આ ફાયદો

Bansari

તમારા ખાતામાં 12 લાખ 60 હજાર રૂપિયા જમા થયાનો બેન્કનો મેસેજ આવ્યો ? ઘણાને આવ્યો છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!