GSTV
Gujarat Government Advertisement

નિરવ મોદીના વકીલની દલીલ, ‘માનસિક હાલત ગંભીર, ભારતની જેલમાં ઇલાજ મુશ્કેલ’

નિરવ

Last Updated on May 14, 2020 by Bansari

બ્રિટનની કોર્ટમાં નિરવ મોદીના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. નિરવ મોદીના વકીલે એવી દલીલ કરી હતી કે ભારત પાસે નિરવ મોદી વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ ચલાવવા માટે પુરતા પુરાવા નથી. એ દલીલ પછી ભારતે નિરવ મોદી વિરૂદ્ધ વધારે મજબૂત પુરાવા આપ્યા હતા.

મની લોન્ડરિંગના આરોપનો સામનો કરી રહેલા નિરવ મોદીના પ્રત્યાર્પણનો કેસ બ્રિટનની કોર્ટમાં ચાલી રહ્યો છે. એ કેસમાં નિરવ મોદીના વકીલે દલીલ રજૂ કરી હતી કે નિરવ મોદી સામે મની લોન્ડરિંગનો કેસ ચલાવવા માટે ભારત પાસે પુરતા પુરાવાં નથી. એ પછી ભારતે વધારે મજબૂત પુરાવાં રજૂ કર્યાં હતા.

વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ સમક્ષ નિરવ મોદીના વકીલે દલીલ કરી હતી કે નિરવ મોદી સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી શકે એવાં પૂરાવા જ નથી. ભારતે વધારે પુરાવાં રજૂ કરવા જોઈએ એવી અરજી નિરવ મોદીએ કરી હતી. એ અરજીને ન્યાયધીશે માન્ય રાખી હતી. એ પછી ભારતે વધારે મજબૂત પુરાવાં રજૂ કર્યા હતા. ભારત વતી કેસ રજૂ કરતી સંસ્થા ધ ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે મની લોન્ડરિંગ મુદ્દે નવેસરથી કોર્ટમાં પુરાવાં રજૂ કર્યા હતા.

અગાઉ પ્રત્યાર્પણથી બચવા નિરવ મોદીના વકીલે એવી દલીલ કરી હતી કે નિરવ મોદીની માનસિક સ્થિતિ સારી નથી. ભારતની જેલમાં તેની માનસિક બીમારીનો ઈલાજ થશે નહીં એટલે પ્રત્યાર્પણની પરવાનગી આપવી અયોગ્ય છે.ઉલ્લેખયની છે કે નિરવ મોદીનું પ્રત્યાર્પણ કરવાની ભારતની અરજીના સંદર્ભમાં બ્રિટિશ કોર્ટમાં પાંચ દિવસ સુધી સુનાવણી થશે. ભારતે આર્થર રોડ જેલમાં રાખવા માટેની વ્યવસ્થાનો રીપોર્ટ બ્રિટિશ કોર્ટને આપ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!