GSTV
Gujarat Government Advertisement

ભાગેડુ નિરવ મોદી અને મેહુલ ચોક્સીને મોટો ઝટકો: 2300 કિલોની જ્વેલરી ભારત લવાઇ, આટલા કરોડની છે કિંમત

નીરવ

Last Updated on June 11, 2020 by Bansari

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ને હોંગકોંગમાંથી નિરવ મોદી અને મેહુલ ચોકસીના ૧૩૫૦ કરોડ રૂપિયાના હીરા અને મોતીને ભારત લાવવામાં સફળતા મળી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીએ આપેલી માહિતી મુજબ મુંબઇમાં ૧૦૮ કન્સાઇમેન્ટ લાવવામાં આવ્યા હતાં. જે પૈકી ૩૨ નિરવ મોદીની યુએઇ અને હોંગકોંગમાં આવેલી કંપનીઓના છે જ્યારે બાકીના કન્સાઇનમેન્ટ મેહુલ ચોક્સીની કંપનીઓના છે.

2340 કરોડના ઘરેણા

પીએનબીની મુંબઇ શાખામાં બે અબજ ડોલરની બેંક છેતરપિંડીના કેસમાં ઇડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ બંને ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી છે. મુંબઇમાં લાવવામાં આવેલ ૨૩૪૦ કરોડ રૂપિયાની વસ્તુઓમાં હીરા, મોત અને ચાંદીના ઘરેણાનો સમાવેશ થાય છે. ઇડીને હોંગકોંગમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ કીંમતી વસ્તુઓ ભારત લાવવામાં સફળતા મળી હતી.

ઇડીના જણાવ્યા અનુસાર ૨૦૧૮માં આ વસ્તુઓ દુબઇથી હોંગકોંગ લાવવામાં આવી હતી. ઇડી દ્વારા આ વસ્તુઓ ટાંચમાં લેવામાં ન આવે તે માટે આ વસ્તુઓ હાંગકોંગ શિફ્ટ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇડીને ૨૦૧૮ની જુલાઇમાં આ હેરાફેરીની જાણ થઇ હતી. ત્યારબાદથી ઇડી આ સંપત્તિ ટાંચમાં લેવાના પ્રયત્નો કરી રહી હતી. આ કીંમતી વસ્તુઓ હોંગકોંગમાં એક લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી તેમ કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઇડીએ આ કેસમાં બીજી વખત આવી કાર્યવાહી કરી છે. આ અગાઉ દુબઇ અને હોંગકોંગમાંથી ૩૩ કન્સાઇનમેન્ટ પરત લાવવામાં આવ્યા હતાં અને તેની કીંમત ૧૩૭ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૪૯ વર્ષીય નિરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં બંધ છે. લંડનમાં માર્ચ, ૨૦૧૯માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!