GSTV
Gujarat Government Advertisement

નીરવ મોદીએ લંડનમાં દાખલ કરી જામીન અરજી, જેલમાંથી બહાર નીકળવા આ કાઢ્યું બહાનું

મોદી

Last Updated on October 30, 2019 by Bansari

પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાના કૌભાંડમાં મુખ્ય આરોપી નીરવ મોદીએ લંડનની અદાલતમાં જામીન માટે અરજી કરી છે. નીરવ મોદીએ આ વખથે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન માટે અરજી દાખલ કરી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીરવ મોદીએ તેમના વકીલ મારફતે કરેલી એરજીમાં પોતે એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર થયો હોવાનું જણાવ્યું છે. સાથે જ નીરવે તેની અરજીમાં અદાલતને એ પણ જણાવ્યું છે કે જો અદાલત ઇચ્છે તો તેમને ઘરમાં જ નજરકેદ કરી શકે છે.

નીરવની જામીન અરજી મુદ્દે ઇડીનું કહેવું છે કે નીરવ મોદીએ વિક્ટીમ કાર્ડ ખેલ્યું છે. લંડનની કોર્ટમાં તેમણે પોતે ગભરાટ અને માનિસક તણાવનો ભોગ બન્યાનું જણાવ્યું છે અને એક પ્રકારે કોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

મહત્વનું છે કે આ પહેલા લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટ તરફથી નીરવ મોદીની જામીન અરજી 4 વખત રદ્દ કરવામાં આવી ચૂકી છે. પીએનબીના 13 હજાર 500 કરોડના કૌભાંડ મામલે નીરવ મોદીની 19 માર્ચ 2019ના રોજ હોલબોર્નમાંથી ધરપકડ કરવામાં આવી. ત્યાર બાદથી જ ભારત સરકાર દ્વારા તેમના પ્રત્યાર્પણના પ્રયાસો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!