નીરવ મોદીનો પાસપોર્ટ ફિઝિકલી રદ કરવામાં આવ્યો નથી : વિદેશ મંત્રાલય

કોંગ્રેસે ભાગેડુ નીરવ મોદીના મુદ્દે સરકારને ફરી એક વાર ઘેરી છે. પક્ષે પનામા પેપર્સ લિંક બાબતે પત્રકારોને સંબોધ્યા છે. દરમિયાન કોંગ્રેસી નેતા પવન ખેડાએ જણાવ્યું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દેવાયો છે તો પછી એ પેરિસ અને બેલ્જિયમ કેવી રીતે પહોંચી ગયો ? એટલું જ નહિ, એણે લંડનમાં ડાયમંડ હોલ્ડિંગ નામે એક નવી કંપની ખોલી છે, જેનું રજિસ્ટર્ડ સરનામું લંડનનું છે. આ સરનામું નીરવના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  દત્તાણીનુ છે.

ખેડાએ કહ્યું કે નીરવ મોદી નવી કંપનીઓ ખોલે છે, રોકડમાં મિલકતો ખરીદે છે, પરંતુ વડાપ્રધાન મોદી એનાથી અજાણ હોવાનું નાટક કરે છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના દિવસે નીરવ મોદી ભારતમાંથી નાસી ગયો. એ પછી ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ એ દાવોસમાં વડાપ્રધાન મોદી સાથે જોવા મળ્યો હતો. ૧૦ ફેબુ્રઆરી, ૨૦૧૮ના દિવસે નીરવ મોદી ઈંગ્લેન્ડના હીથ્રો એરપોર્ટ પર ઊતર્યો હતો. ૧૫ ફેબુ્રઆરીએ હોંગકોંગ ભાગી ગયો.

કોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું કે ૨૩ ફેબુ્રઆરીએ નીરવનોે પાસપોર્ટ રદ થયો ત્યારથી એ છ દેશોમાં ફરતો રહ્યો છે. ઈન્ટરપોલ એને ભારતનો મહત્તમ વોન્ટેડ આર્થિક ગુન્હેગાર કહે છે. એનો પાસપોર્ટ રદ કરાયો છે. પરંતુ એ દુનિયાભરમાં ઘૂમી રહ્યો છે. આવું કેવી રીતે બની શકે ?

આ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નીરવ મોદીના પાસપોર્ટને ફિઝિકલી રદ કરાયો નથી. આજે જ્યારે બધું જ ઓનલાઇન છે તો પછી એવું કેમ બને છે કે પાસપોર્ટને ફિઝિકલી રદ કરાયો નથી તો નીરવ મોદી વિદેશોમાં ઘૂમી રહ્યો છે.

આ પહેલાં અન્ય કોંગ્રેસ અગ્રણી રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરતા જણાવ્યું કે નીરવ મોદી- પનામા પેપર્સ લિંક અત્યારે આઉટ લોકોના પૈસા લઇને ‘છોટા મોદી’ ભાગ્યો અને એક નવી ડાયમંડ કંપની શરૃ કરી આમાં મોદી સરકાર સામેલ છે. જ્ઞાાતવ્ય રહે કે નીરવ મોદીના મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદી સતત કોંગ્રેસના નિશાન પર છે.

મીડિયામાં નીરવ મોદીનો હસતો ફોટો છપાયા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને આડેહાથ લીધા હતા. એમણે કહ્યું હતું કે ભાગેડું નીરવ મોદી અને એના ભાઇ વડાપ્રધાન મોદી વચ્ચે એક વિલક્ષણ એકરૃપતા છે. બંનેએ ભારતને લૂંટયા છે. બંને કોઇ સવાલનો જવાબ આપતા નથી. બંને પોતાને કાયદાની ઉપરવટ માને છે. બંનેએ ન્યાયનો સામનો કરવો પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter