GSTV

નીરવ મોદી મહાઠગ : અેક જ હીરાને વિશ્વભરમાં ફેરવી 21.38 કરોડ ડોલરની લીધી લોન

નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો હતો. 3 કેરેટના એક જ હીરાને નીરવ મોદીની શંકાસ્પદ કંપનીઓને ચાર વાર મોકલવામાં આવ્યો હતો. 2011માં પાંચ વખત આવું થયું. રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (પીએનબી ફ્રોડ)નું મૂળ હતું. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં આ બહાર આવ્યું છે. બ્લુમબર્ગે આ રીપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે નીરવે 2011થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના બનાવટી બિલ્સ બનાવ્યા હતા. તેના આધાર પર તે લેટર ઓફ અન્ડરટેકિંગ્સ મારફત પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેતો રહ્યો હતો.

વેચાણમાં તેજીના નામે છેતરપીંડીથી નીરવ મોદી અને તેના સહયોગીઓએ અનેક દેશોમાંથી 4 અબજ ડોલરની લોન લીધી. તેના માટે 20 બનાવટી કંપનીઓ મારફત લેણ દેણ બતાવવામાં આવી. પછી તેને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 11 લાખ ડોલર બતાવવામાં આવી. આ બંને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે ખુદ નીરવ મોદી જ હતો. બે સપ્તાહ પછી આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત 1.83 લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટની પાર્ટનરશિપની કંપની હતી, જે ફાયરસ્ટાર ડાયમન્ડની માલિકીની હતી.

યુએઇમાં હતી નીરવની શેલ કંપની

રીપોર્ટ અનુસાર, એક સપ્તાહની અંદર જ ન્યુયોર્ક સ્થિત ફાયરસ્ટારે ફરીથી હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશનને હીરો મોકલી લીધો. આ વખતે હીરો 11.6 લાખ ડોલરનો બતાવવામાં આવ્યો. બે સપ્તાહ પછી ન્યુયોર્કમાં આવેલી એ. જેફ. ડાયમન્ડ કંપનીએ વર્લ્ડ ડાયમન્ડ ડિસ્ટ્રીબ્યુશનને હીરો વેચી દીધો. આ વખતે 12 લાખનું બિલ બનાવવામાં આવ્યું. વર્લ્ડ ડાયમન્ડ પણ યુએઇમાં સ્થિત નીરવ મોદીની કંપની હતી. આ સિલસિલો આગળ પણ ચાલતો રહ્યો હતો.

Related posts

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah

એશિયાની સૌથી મોટી ઝૂંપપટ્ટીમાં વરસ્યો Coronaનો કહેર, 1 વ્યક્તિના મોતથી મચ્યો હડકંપ

Ankita Trada

તબલીગી જમાતના લોકોએ ક્વોરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગેરવર્તણૂક, ચહેરા પર થૂકવાનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!