GSTV
Gujarat Government Advertisement

‘મોટાભાઈ’ના પગલે ચાલી રહ્યો છે આ મોદી, અમેરિકામાં દાખલ થયો છેતરપિંડીનો કેસ

Last Updated on December 20, 2020 by pratik shah

ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે ન્યુયોર્કમાં છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. નેહલ મોદી પર દુનિયાની સૌથી મોટી કંપનીઓમાની એક કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કીમના માધ્યમથી 2.6 મિલિયન ડોલર એટલે કે અંદાજિત 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કાર્યનો આરોપ લાગ્યો છે.

વાસ્તવમાં, નેહલ મોદી પર મેનહટનની એક ડાયમંડ હોલસેલ કંપની સાથે 2.6 મિલિયન ડોલરથી વધુની રકમના હીરા લેવા માટે સુપ્રીમ કોર્ટમાં ‘ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી’નો આરોપ લાગ્યો છે. હવે નેહલ મોદીએ ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.

મોદી

ન્યુયોર્કના કાયદા મુજબ ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરીના ગુનાઓ થી એવો અર્થ થાય છે કે 1 મિલિયન ડોલરથી વધુની ચોરી. આ છેતરપિંડીની શરૂઆત વર્ષ 2015થી થઇ હતી. જયારે નેહલ મોદીએ એક કંપની સાથે મળીને નકલી પ્રેઝન્ટેશન કરવા આતે લગભગ 2.6 મિલિયન ડોલરના હીરા LLD ડાયમંડ યુએસએ પાસેથી લીધા હતા.

પ્રોસિક્યુશનની માનીયે તો માર્ચ 2015માં નેહલ મોદીએ લગભગ 8,00,000 ડોલરની કિંમતના હીરા આપવાનું વચન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ તેમને કૉસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને વેચાણ માટે બતાવશે.  કૉસ્ટકો એક ચેઇન છે જે પોતાના સભ્યો તરીકે જોડાનાર પોતાના ગ્રાહકોને ઓછી કિંમતે હીરા વેચે છે.

જણાવી દઈએ કે નીરવ મોદી પંજાબ નેશનલ બેન્ક સાથે જોડાયેલ 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કાર્યનો મામલો છે. ભારત સતત નીરવ મોદીને ભારત પરત લાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ભારતની વિનંતી પર ઇન્ટરપોલએ નીરવ મોદી વિરુદ્ધ એક રેડ નોટિસ પણ જાહેર કરી દીધી છે. જોકે હાલ તો નીરવ મોદીનું પ્રત્યાર્પણ અચોક્કસ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!