GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

નીરજ ચોપરાની સાથે ચીન-પાક.ના એથ્લેટ હતા

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરા જ્યારે પોડિયમ પર ઊભો હતો ત્યારે ચીન અને પાકિસ્તાનના એથ્લેટ તેની બાજુમાં ઊભા હતા અને તેની આ તસવીર સોશિયલ મીડિયામાં ગર્વ સાથે વાઈરલ થઈ હતી.
જોકે, નીરજનું કહેવું છે પોડિયમ પર તે રાષ્ટ્રીય ગાનમાં એટલો મગ્ન હતો કે તેને ખ્યાલ જ ન હતો કે તેની બાજુમાં કોણ ઊભું છે.જાકાર્તમાં સંપન્ન થયેલી 18મી એશિયાડમાં નીરજે નેશનલ રેકોર્ડ તોડતા 88.06 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો હતો જ્યારે ચીનના લિયુ ક્વિઝહેને 88.22 મીટર સાથે ગોલ્ડ અને પાકિસ્તાનના અરશદ નદીમે 80.75 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મેડલ સેરેમની વખતે ચોપરાનો નદીમ સાથે હાથ મિલાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ તેને ટ્વિટ કરીને તેની પ્રશંસા કરી હતી.જોકે, ચોપરાએ કહ્યું હતું કે મને ત્યારે ખ્યાલ જ ન હતો કે હું ચીન અને પાકિસ્તાનના એથ્લેટ સાથે ઊભો છું.
જ્યારે ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો અને રાષ્ટ્ર ગીત વાગી રહ્યું હતું ત્યારે હું ભાવુક બન્યો હતો અને અહીં સુધી પહોંચવા માટે મેં જે આકરી મહેનત અને સંઘર્ષ કર્યો હતો તેને યાદ કરી રહ્યો હતો.20 વર્ષીય ભારતીય એથ્લેટ એશિયન ગેમ્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો હતો.
અગાઉ આ વર્ષની શરૂઆતમાં તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કહ્યું હતું કે રમત લોકોને એક જૂટ થવાનું શીખવે છે. રમતનો મતલબ તમારા હરીફને નફરત કરવી થતો નથી.

જોકે, બાદમાં પાકિસ્તાની એથ્લેટ નદીમે દાવો કર્યો હતો કે ચોપરાને તેણે વોટ્સએપ મેસેજ કર્યો હતો તેણે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. આ અંગે ચોપરાએ કહ્યું હતું કે નદીમે મારો વ્યક્તિગત સંપર્ક કર્યો હોય તે અંગે મને જાણ નથી. જો કોઈ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે કે પછી મારી પાછળ કંઈક માંગણી કરે તો હું કેવી રીતે જાણી શકું. જો તેણે મારા ફોન પર મેસેજ કર્યા હોય તો મને તેનો ખ્યાલ નથી. મેં ઘણા બધા મેસેજ જોયા નથી.

Related posts

યુવરાજ સિંહે માગી લીધી માફી, જાણો શું હતો વિવાદાસ્પદ મામલો

Mansi Patel

વિરાટ કોહલીએ લૉકડાઉનમાં Instagramથી 3.6 કરોડની કરી કમાણી, 18 કરોડની કમાણી સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર

Mansi Patel

IPL કરતાં PSLમાં સારી બોલિંગ, ભારતમાં કરોડો રૂપિયા કમાતા ક્રિકેટરનો દાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!