રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કૉન્ગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો છે ત્યારે યાદ આવે છે કે રાજસ્થાનના જ જયપુર શહેરમાં સાલ 2013માં રાહુલ ગાંધીને કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઉદયપુરની શિબિરમાં રાહુલ ગાંધીને ફરી એકવખત કૉન્ગ્રેસના અધ્યક્ષ બનાવવાનો મુદ્દો ઊઠી શકે છે.

ઉદયપુર શિબિરમાં 422 નેતાઓને બોલાવવામાં આવ્યા છે. છેલ્લી ઘડીએ તેમાં બે વધુ નેતાના નામ ઉમેરાયા છે. તેમાંથી એક નામ છે જનાર્દન દ્વિવેદી. તેઓ મહાસચિવની કેટેગરીના નેતા છે, અને તેમને છેલ્લા કેટલાક સમયથી જાણીજોઈને પાર્ટીના કાર્યક્રમોથી દૂર રાખવામાં આવ્યા હતા.

બીજા નેતાનું નામ છે આચાર્ય પ્રમોદ કૃષ્ણન. તેઓ પ્રિયંકા ગાંધીના નિકટવર્તી માનવામાં આવે છે. જનાર્દન દ્વિવેદી એક સમયે કૉન્ગ્રેસના કદાવર નેતા હતા. સોનિયા ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા બાદ જનાર્દન દ્વિવેદીને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. જનાર્દન દ્વિવેદીને ચિંતન શિબિરમાં અચાનક આપવામાં આવેલું આમંત્રણ કૉન્ગ્રેસ સંગઠનમાં મોટાપાયાના ફેરફારનો સંકેત આપે છે.
કૉન્ગ્રેસ યુવાનોને તક આપી શકશે કે કેમ? તે પણ આ ચિંતન શિબિરનો મહત્ત્વપૂર્ણ મુદ્દો બની રહેશે. 137 વર્ષ જૂની પાર્ટીને ભાજપ સામે લડવા સક્ષમ બનાવવા મોટા પ્રમાણમાં યુવાનેતાઓને તક આપવાની જરૂર છે. યુવાનેતાઓને ડિસીઝનમેકરની ભૂમિકામાં લાવવાની આવશ્યકતા છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ