GSTV
Home » News » Viral: આ Video જોઇને બહારનું લીંબુપાણી પીવાનું ભૂલી જશો એની ગેરેન્ટી

Viral: આ Video જોઇને બહારનું લીંબુપાણી પીવાનું ભૂલી જશો એની ગેરેન્ટી

nimbu pani on kurla

જો તમે રેલ્વે સ્ટેશન કે કોઇ અન્ય જગ્યાએ લીંબુ શરબત પીવાનું પસંદ કરતાં હોય તો કુર્લા સ્ટેશન પર એક યાત્રીએ બનાવેલો વીડિયો જરૂર વિચારતા કરી મુકશે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક કેન્ટીન કર્મચારી લીંબુ શરબત એકદમ ગંદી રીતે બનાવતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં શખ્સ કેન્ટીનની છત પર લીંબુ શરબત તૈયાર કરી રહ્યો છે. તે પહેલાં તો આખો હાથ પાણીમાં નાંખીને લીંબૂ નીચોવે છે તે પછી તેની પાસે રહેલી પાણીની ટાંકીમાં હાથ ધોઇને તે જ પાણી શરબતમાં નાંખી દે છે.

આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ટ્વિટર દ્વારા રેલવેને આ અંગે ફરિયાદ કરી છે. જે બાદ રેલવેએ ગંભીરતા દર્શાવતા કેન્ટીન સીલ કરી દીધું છે. આ ઉપરાંત કેન્ટીનના સેમ્પલને લઇને બેક્ટીરિયોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

જણાવવામાં આવી રહ્યું છે કે કુર્લા સ્ટેશન પર દરરોજ સેંકડો લોકો કેન્ટીન પર લીંબુ શરબત પીએ છે. ખાસ કરીને ગરમી હોવાના કારણે અહીં લીંબુ શરબતની માંગ વધુ રહે છે. પરંતુ પ્રશાસન કેન્ટીન કર્મચારીઓની આવી બેદરકારીથી અજાણ છે.

Read Also

Related posts

ઓસ્ટ્રેલિયાની એક વૈજ્ઞાનિકે કર્યો અનોખો દાવો, મૃત્યુ પછી પણ મનુષ્યનું શબ એક વર્ષ સુધી…

pratik shah

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

Bansari

આંખના પલકારે આર્ટ ગેલેરીમાંથી ચોરાઇ ગયું સોનાનું ટૉયલેટ, કરોડોમાં છે કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!