GSTV

વાદળો વચ્ચે 250 પુલ અને 16 સુરંગો વચ્ચેથી પસાર થાય છે આ ટ્રેન, આહ્લાદક અનુભવ માટે તમે પણ કરો આ ખાસ ટ્રેનમાં મુસાફરી

ભારતીય રેલ્વે દુરસ્થ સ્થળોએ પણ પહોંચી રહી છે. અને હવે તો જમ્મુ-કશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ ટ્રેન પહોંચી રહીછે. ભારતમાં કેટલાક ટ્રેક તો એવા છે જયાં યાત્રા કરવી તમારો અલગ અનુભવ થઈ શકે છે. આ ટ્રેનો વાદળો વચ્ચે મનોરમ્ય વાતાવરણનો આનંદ આપી શકે છે. જો આવા ટ્રેકની વાત કરીએ તો તેમાં નીલગીરી પર્વત રેલ્વેનું નામ આવે છે. જે પોતાના શાનદાર ટ્રેક માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

ત્યાં સુધી કે યૂનેસ્કોએ પણ આ રૂટને હેરિટેજ સાઈટ ઘોષિત કરી હતો. હાલમાં જ રેલ્વેએ પણ આ વાદિયોનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે ઝરણાઓની વચ્ચે એક રેલ્વે ટ્રેક છે. આ નીલગિરીની પહાડીઓનો એક વીડિયો છે. જેમાં રેલ્વે ટ્રેક પાસે ઝરણાઓ વહી રહ્યા છે.

હાલ શરૂ થઈ છે આ ટ્રેન

જણાવી દઈએ કે હાલમાં જ નીલગિરી માંઉન્ટેન રેલ્વેએ મેટ્ટપાલયમ અને ઉંટી વચ્ચે ટ્રેન સેવાઓને ફરીથી શરૂ કરી છે. હકીકતમાં કોરોનાના લીધે માર્ચ 2020 બાદથી જ આ રેલ્વે ટ્રેક બંધ કરાયો હતો. હવે આ રૂટ પર ફરીથી ટ્રેનો દોડવા લાગી છે. જે તમને ખાસ અનનુભવ કરાવશે. નીલગીરી માંઉન્ટેન રેલ્વે પર મુસાફરી કરવા સમયે જે તમિલનાડુમાં કુન્નુરથી ઉંટી વચ્ચે ચાલે છે. દક્ષિણ ભારતમાં ફેમસ હિલસ્ટેશન છે ઉંટી અને કુન્નુર. અને આ બંનેને જોડે છે વરાળથી ચાલતી આ માંઉન્ટેન રેલ્વે હવે આ ટ્રેન ઉંટી સુધી દોડવા લાગી છે.

258થી વધુ બ્રિજ અને 10થી વધારે છે સુરંગ

આ ટ્રેક વર્ષ 1908માં બન્યો હતો. અને ખાસ વાત એ છે કે તેને બનાવવામાં 18 વર્ષ લાગ્યા હતા. આ ટ્રેનમાં કુલ 180 સીટ હોય છે. અને ચાર ડબ્બા હોય છે. કહેવાય છે કે એનએમઆર એશિયામાં સૌથી ઉંચી અને લાંબી મીટર ગેઝ પર ચાલે છે. રિપોર્ટ અનુસાર આ રૂટ પર 258 બ્રિજ છે અને રસ્તામાં 10થી વધારે સુરંગો આવે છે. જેમાંથી આ ટ્રેન પસાર થાય છે.

જુના જમાનાની આ ટ્રેનની ખાસ વાત એ છે કે આ ટ્રેનમાં Swiss X-classના કોલસાવાળુ એન્જીનનો ઉપયોગ થાય છે. આ એન્જીન દુનિયાનું સૌથી જુના રેલ્વે એન્જીનમાંથી એક છે. જેમાં 13 રેલ્વે સ્ટેશન છે. અને અહિં ફરવુ તમારા માટે એક ખૂબ જ ખાસ અનુભવ હશે. તેની એવરેજ સ્પીડ 25-30ની આસપાસ છે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!