GSTV
Gujarat Government Advertisement

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિના ભાઇ પાસે ‘એક ફુટી કોડી’ય નથી’, કોર્ટમાં કરી કબૂલાત

Last Updated on February 8, 2020 by Mayur

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિના ભાઇએ પોતાની પાસે ‘એક ફુટી કોડી’ય નથી’ એવી કોર્ટમાં રજૂઆત કરતા આશ્ચર્ય સર્જાયું છે. અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના નાના ભાઇ અને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની. ચીનની ત્રણ બેન્કોએ અનિલ અંબાણી ઉપર 68 કરોડ ડોલરનો દાવો કરતો કેસ લંડનની કોર્ટમાં દાખલ કર્યો છે. લંડનની કોર્ટમાં આ કેસની સુનાવણી વખતે અનિલ અંબાણીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, મારા મૂડીરોકાણનું મૂલ્ય જંગી પ્રમાણમાં ધોવાઇ ગયું છે, મારા શેરહોલ્ડિંગની કરન્ટ વેલ્યૂ ઘટીને અંદાજે 8.24 કરોડ ડોલર જેટલી થઇ છે અને મારી જવાબદારીઓને ધ્યાનમાં લીધા બાદ મારું નેટવર્થ શૂન્ય છે. જો ટૂંકમાં કહેવું હોય તો અનિલ અંબાણીએ કોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, મારી પાસે એવી કોઇ મૂલ્યવાન કે અર્થપૂર્ણ સંપત્તિ નથી જેની સામે નાદારીની કાર્યવાહીના હેતુ માટે તેને ફડચામાં લઇ જઇ શકાય. એટલે કે બાકી નીકળતી રકમની વસૂલાત કરી શકાય.

અનિલ અંબાણી વિરુદ્ધ ચીનની સરકારી દ્વારા સંચાલિત ત્રણ બેન્કો ધી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના લિમિટેડ, ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઇના દ્વારા 68 કરોડ ડોલરનો દાવો કરવામાં આવ્યો છે. આ ભારતીય ઉદ્યોગપતિ કહે છે કે, જ્યારે તેઓ નોન- બાઇન્ડિંગ પર્સનલ કમફર્ટ લેટર આપવા સહમત થયા ત્યારે તેમણે ક્યારેય ‘અસાધારણ સંભવિત વ્યક્તિગત જવાબદારી’ તરીકે પોતાની વ્યક્તિગત સંપત્તિની ગેરંટી આપી ન હતી.

અનિલ અંબાણીએ એફિડેવિટમાં કહ્યું કે, હું ખાતરી પૂર્વક કહું છે કે મેં પુછપરછ કરી છે, પરંતુ હું બાહ્ય સ્ત્રોતોમાંથી નાણાં એક્ત્ર કરવામાં અસમર્થ છે. અનિલ અંબાણીના મોટા ભાઇ છે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, જેઓ એશિયાના સૌથી મોટા ધનાઢ્ય છે અને તેમની સંપત્તિ 56.5 અબજ ડોલર જેટલી છે. રિલાયન્સ ગ્રૂપનું ઋણબોજ ઘટાડવા માટે અનિલ અંબાણીએ ઘણી કંપનીઓમાંથી પ્રમોટર્સ શેરહોલ્ડિંગ વેચી દીધું છે. જેના પગલે તેમણે બિલિયોનરનું સ્થાન ગુમાવ્યું છે.

અનિલ અંબાણીના ઉદ્યોગ સામ્રાજ્યની મુખ્ય કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને પાછલા વર્ષે નાદાર જાહેર કરવામાં આવી હતી. ચીનની બેન્કોએ અનિલ અંબાણી પાસેથી તેમની બાકી નીકળતી 65.6 કરોડ ડોલરની રકમ પરત મેળવવા માટે ન્યાયાધીશ ડેવિડ વેક્સમેન સમક્ષ આજીજી કરી છે. ચીનની બેન્કોએ દાવો કર્યો છે કે, અનિલ અંબાણીની વ્યક્તિગત ગેરંટીની શરત પર તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને વર્ષ 2012માં 92.52 કરોડ ડોલરની લોન આપી હતી.

કંપની ફેબ્રુઆરી 2017માં લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટર થઇ હતી. હાલ આ ચાઇનીઝ બેન્કોએ 68 કરોડ ડોલર બાકી લેવાના નીકળે છે. અનિલ અંબાણીના વકીલ રોબર્ટ હોવે કહ્યું કે, કોર્ટ તેમના ક્લાયન્ટને બાકી રકમ ચૂકવવાનો આદેશ આપી શકે નહીં. મારા ક્લાયન્ટ પાસે એવી મૂલ્યવાન સંપત્તિ કે એસેટ્સ હોવાના કોઇ નક્કર પુરાવા નથી કે જેમાંથી તેઓ 10 કરોડ ડોલર, અથવા 1 કરોડ ડોલર કે 50 લાખ ડોલર પણ ઊભા કરી શકશે. દાવો કરનાર ચીનની બેન્કોના વકીલ બેન્કીમ થાંકીએ કહ્યું કે, અંબાણીનું નિવેદન “ધિરાણકર્તા પ્રત્યેની તેમની નાણાંકીય જવાબદારીઓને ટાળવા માટેનો એક તકવાદી પ્રયાસ છે.”

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી, ધો. 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

pratik shah

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!