GSTV
Home » News » નિકોલમાં શહીદોનાં પરિવારનું સન્માન કરાયું, ‘શહીદો બોલાવે છે’ સાર્થક કરવા યોજાઈ તિરંગા યાત્રા

નિકોલમાં શહીદોનાં પરિવારનું સન્માન કરાયું, ‘શહીદો બોલાવે છે’ સાર્થક કરવા યોજાઈ તિરંગા યાત્રા

શહીદ દિન નિમિત્તે અમદાવાદના નિકોલમાં શહીદ કથા યોજાઈ હતી. જેમાં લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવીએ આગવી શૈલીમાં શહીદ કથાની ગાથા ગાઈ.

આ દિવસે શહિદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેની યાદમાં આ દિવસને શહિદ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે અમદાવાદમાં નિકોલ ખાતે શહીદ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા યોગેશદાન ગઢવી હાજર રહ્યા હતા. શહીદ કથા પહેલા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે શહીદ જવાનોના પરિવાર જનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ શહીદ કથા 25 માર્ચ સુધી ચાલશે. અને અંતમાં ભારત માતાની ભવ્ય આરતી પણ કરવામાં આવશે.

READ ALSO

Related posts

રાજકોટ: કારખાનેદારે પુત્ર-પત્ની પર હુમલો કરી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકી ઉઠશો

Riyaz Parmar

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે પર્સનલ ખીસ્સામાંથી આપ્યો આ ફાળો

Path Shah

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

Riyaz Parmar