GSTV

BIGG BOSS: રેડ ઝોનમાં જઇને નીક્કીએ કર્યું આ નિયમોનું ઉલ્લંઘન, શું તેને અપાશે સજા?

બિગ બોસ 14નો પહેલા કેપ્ટન નિશાંત સિંહ મલકાણી બન્યો છે. જો શોમાં કોઈ સભ્ય તેની કેપ્ટનશિપથી ખુશ નથી તો તે છે નિક્કી તંબોલી. કારણ કે નિક્કી પોતે કેપ્ટન બનવા માગતી હતી. પરંતુ મિત્રોનો ટેકો ન મળવાને કારણે નિક્કીએ ટાસ્કમાં પોતાની દાવેદારી છોડી દીધી હતી. ટાસ્ક છોડવાને કારણે નિક્કી એકદમ નારાજ છે.

નિક્કીની અત્યારે પવિત્રા પુનિયા સાથે સારા સંબંધ થયા

છેલ્લા એપિસોડમાં નિક્કી એકદમ દુ:ખી દેખાઈ રહી હતી. નિક્કીએ તેના મિત્રો સાથે લડાઈ કરી અને તેમને ફેઇક ગણાવ્યા. નિક્કીની અત્યારે પવિત્રા પુનિયા સાથે સારા સંબંધ થયા છે. કારણ કે નિક્કી, નિશાંત, રાહુલ અને જાનથી અત્યંત નારાજ છે, તેથી તે તેની સાથે રહેવા માગતી નથી. નિક્કીને અત્યારે પવિત્રાના સાથની ખૂબ જરૂર છે. તેથી જ નિક્કીએ ઘરના નિયમોનંન ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું છે.

તેણે રેડ ઝોનમાં આવવું જોઇતું ન હતું

ગુરુવારના એપિસોડમાં નિક્કી પવિત્રા પુનિયાને મળવા રેડ ઝોનમાં જતી રહી હતી. ત્યાં જઇને નિક્કીએ તેનું દર્દ પવિત્રાને જણાવ્યું અને જોરજોરથી રડવા લાગી. પવિત્રાએ નિક્કીને સમજાવી કે તેણે રેડ ઝોનમાં આવવું જોઇતું ન હતું. રેડ ઝોનમાં નિક્કીને રડતી જોઈને જાન પણ તેને સમજાવવા ત્યાં ચાલ્યો ગયો. હવે નિક્કી અને જાન રેડ ઝોનમાં છે. બિગ બોસે બંનેને ગ્રીન ઝોનમાં પાછા જવા કહ્યું છે.

નિક્કી ગ્રીન ઝોનમાં જવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે

નિક્કીને ઇજાઝ, જાન અને પવિત્રાએ ખૂબ સમજાવી પરંતુ નિક્કી ગ્રીન ઝોનમાં જવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે. નિક્કીને ઇજાઝ, જાન અને પવિત્રાએ ખૂબ સમજાવી. પરંતુ નિક્કી સજા ભોગવવા તૈયાર છે પરંતુ ગ્રીન ઝોનમાં જવા માગતી નથી. કેપ્ટન નિશાંતે પણ નિક્કીને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિક્કી સહમત થઇ નહીં. હવે આવનારા એપિસોડ્સમાં એ જોવાનું રહેશે કે નીક્કી ફરીથી ગ્રીન ઝોનમાં જાય છે કે પછી બિગ બોસની સજાને પાત્ર બને છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

Karan

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

કોરોનાના વેક્સીન/ દેશના ખૂણે ખૂણે અને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે વેક્સીન, ગુજરાતમાં નખાશે તેનો પ્લાન્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!