GSTV
Home » News » પાસના પૂર્વ કન્વીનરે સામેથી કર્યું સરેન્ડર, સરેન્ડર થવા પાછળ આપ્યું મોટું કારણ

પાસના પૂર્વ કન્વીનરે સામેથી કર્યું સરેન્ડર, સરેન્ડર થવા પાછળ આપ્યું મોટું કારણ

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોતાના પર થયેલ પોલીસ કેસ મામલે પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણી આજ રોજ સુરત કોર્ટમાં પોતાના વકીલ મારફતે સરેન્ડર કરવા આવ્યા હતા. જ્યાં નિખિલે જણાવ્યું કે આંદોલન દરમિયાન અસંખ્ય કેસો તેમના પર કરવામાં આવ્યા છતાં પોલીસ દ્વારા તેમની હજી સુધી અટકાયત કરવામાં આવી નથી. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ કોઇ પણ રીતે તેમની ધરપકડ કરી શકે તેવી આશંકાને પગલે આજ રોજ સુરત કોર્ટમાં સરન્ડર કરવા ફરજ પડી છે.

એટલું જ નહિ પરંતુ સુરત પોલીસ થયેલા કેસોની વિગત તેમના વકીલને આપી સાથ સહકાર આપે તેવી આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરી છે. જ્યારે નિખિલના વકીલે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે,લોકસભાની ચૂંટણી નજીક છે સને પોલીસ પાટીદાર યુવાનોને કોઈક ને કોઈક કારણોસર બિનજરૂરી રિતે હેરાન કરવા માંગે છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં થયેલ તોફાન અને આગચંપી જેવા બનાવને લઇ સુરત પોલીસ દ્વારા પાટીદારો પર અસંખ્ય કેસો કરવામાં આવ્યા હતા જે કેસોમાં પાસના કન્વીનર નિખિલ સવાણી ઉપર નામ બહાર આવ્યું છે તેમ છતાં સુરત પોલીસ દ્વારા હમણાં સુધી નિખિલ સવાણીની અટકાયત અથવા ધરપકડ કરવામાં આવી ન હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલન દરમિયાન એસટી બસમાં તોડફોડ અને આગચંપીના કેસમાં નિખિલ સવાણીનું નામ બહાર આવતા વકીલ યશવંતસિંહ વાળા દ્વારા જાણ કરવામાં આવી. જ્યાં આજ રોજ નિખિલ સવાણી પોતાના પર થયેલ કેસ મામલે સરેન્ડર કરવા સુરત કોર્ટમાં પોતાના વકીલ મારફતે પોહચ્યા હતા.

નિખીલે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે. હમણાં સુધી મારા પર થયેલા કેસ મામલે મારી કોઈ પણ પ્રકારે અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. જેથી હું પોતે સામે ચાલીને કોર્ટ સમક્ષ હાજર થવા આવ્યો છું. હું આશા રાખું છું કે સુરત પોલીસ મારા વકીલ ને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા કેસોની તમામ માહિતી આપી સાથ સહકાર આપે.

નિખિલ સવાણીના વકીલ યશવંત સિંહાએ જણાવ્યું કે સુરત પોલીસ દ્વારા કોઇ ને કોઇ કારણોસર પાટીદાર યુવાનો ઉપર બિનજરૂરી રીતે કેસો કરવામાં આવ્યા છે. જ્યારે આ કેસોની અંદર નિખિલ સવાણી નું નામ બહાર આવ્યું તે અંગેની જાણ તેણે તાત્કાલિક કરવામાં આવી. એટલું જ નહિ પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ને પણ પાટીદારો પર નોંધાયેલા કેસ અંગેની વિસ્તૃત માહિતી આપવા અંગેની જાણ કરાઈ હતી પરંતુ પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો ન હતો. જેથી આજરોજ નિખિલ સવાણી ને કોર્ટ સમક્ષ સરન્ડર કરવા જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો મામલે હમણાં સુધી ધરપકડ કરવામાં આવી ન હતી પરંતુ જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદારોને વન બાય વન પોલીસ દ્વારા સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી રહી હોવાના આરોપ પૂર્વ પાસ કન્વીનર નિખિલ સવાનીએ કર્યા છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar