GSTV

મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઇ 24×7ને આપી મંજૂરી, બાર અને પબ માટે છે આ શરત

મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઇ 24×7ને મંજૂરી આપી દીધી છે. આ નિયમ 27 જાન્યુઆરીથી અમલમાં આવશે. જેથી હવે શહેરની હદમાં આવેલા મોલ, મિલ અને મલ્ટિપ્લેક્સ 24 કલાક માટે ખુલ્લા રહેશે. સરકાર તરફથી કેબિનેટ મંત્રી અનિલ દેશમુખ અને આદિત્ય ઠાકરેએ આ જાહેરાત કરી હતી.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, એવા કોમ્પ્લેક્સ જ્યાં CCTV, પાર્કિંગ સુવિધા, લાઇસન્સ છે તેમજ રહેણાંક વિસ્તારોથી દૂર છે તેમને 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી મળશે. જ્યારે અનિલ દેશમુખે કહ્યું કે, દક્ષિણ અને મધ્ય મુંબઇના વિસ્તારો જેવા કે, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સના મિલ અને મોલને પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવશે. આ નિર્ણયનું હોટલ સંચાલકો અને વેપારીઓએ સ્વાગત કર્યું છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, લોકો હવે રાત્રે પણ ખાણીપીણી, શોપિંગ અને મુવી જોવાનો આનંદ માણી શકશે. જો કે, એક્સાઇઝના નિયમોમાં કોઇ ફેરબદલ કરવામાં આવ્યો નથી. બાર અને પબ રાત્રે 1.30 પછી બંધ થઇ જશે. ઠાકરેના કહ્યા પ્રમાણે આ નિર્ણય વધારે નોકરીઓ અને ઇકોનોમી જનરેટ કરવા માટે લેવાયો છે, જેથી રાત્રે દુકાનો ખુલી રાખવી ફરજિયાત નથી. જો નફો મળે તો ખુલી રાખવી જોઇએ. પ્રથમ તબક્કામાં ખાણીપીણીની દુકાનો, થિયેટર મોલ અને રહેણાંક વિસ્તારની બહારના કોમ્પ્લેક્સને આ મંજૂરીનો લાભ મળશે.

READ ALSO

Related posts

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

Pravin Makwana

29 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેશે રિયા અને શોવિક, નહી મળે જમાનત

Mansi Patel

પત્નીને અસંતોષ છે તો ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

Karan
Do NOT follow this link or you will be banned from the site!