GSTV

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Last Updated on December 3, 2020 by

ગુજરાતના મોટા શહેરોમાં રાત્રીના 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ પર અસર વર્તાઈ છે. કારણકે, ટ્રાન્સપોર્ટ સેક્ટરનો ટ્રક લોડ કરવાનો સમય જ સાંજથી શરૂ થતો હોય છે પરંતુ હાલ રાત્રી કર્ફ્યૂને કારણે ટ્રાન્સપોર્ટર્સે પોતાના સમયમાં મોટા ફેરફાર કરવા પડ્યા છે. હાલમાં રાત્રી કરફ્યુ લગાવી દેવામાં આવતા ટ્રાન્સપોર્ટ ધંધા સાથે જોડાયેલા લોકોને પોતાની કામગીરીમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે સાંજે 7 વાગ્યા આસપાસ વેપારીઓ ટ્રક લોડ કરતા હોય છે અને ત્યારબાદ રાત્રીના સમયે ટ્રક રવાના કરતા હોય છે પણ હવે આ કામગીરી સાંજના 5 સુધી આટોપી લેવી પડે છે. અમદાવાદ એસોસિએશન દ્વારા પોલીસને રજુઆત કરતા બપોરે 1 થી 4 અને રાત્રીના ટ્રકની અવર જ્વર માટે મંજૂરી આપતા રાહત થઈ છે.

ભલે સમયમાં ફેરફાર કરીને ધંધો ચલાવવામાં આવતો હોય પરંતુ 20 ટકા જેટલો ધંધામાં ફરક પડ્યો છે. અમદાવાદ એસોસિએશન દ્વારા રજુઆતના પગલે આંશિક રાહત થઈ છે. મોડી સાંજે જે ટ્રક અમદાવાદમાં આવે છે તેમને સવારે 8 વાગ્યા પહેલા ટ્રક શહેર બહાર લઈ જવા દે છે નહીં તો બપોરે 1 વાગ્યા સુધી રાહ જોવી પડે છે જેથી સમયની બરબાદી થઈ રહી છે. જો કે આ અંગે અમદાવાદ એસોસિએશને અન્ય શહેરોના એસોસિએશનને જાણ કરીને પોતાના વિસ્તારમાં જ આજ મુજબ પોલીસ મંજૂરી આપે તેના માટે રજુઆત કરવા કહ્યું છે. આમ ટ્રાન્સપોર્ટના ધંધામાં ભલે લોકડાઉન પૂર્ણ થઇ ગયું હોય પણ નુકસાની વેઠવી પડી રહી છે. આમ વેપારીઓ પણ સહકાર મેળવી પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે. પરંતુ આ કરફ્યુ લાગવાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા કર્મચારીઓની આવક પર ચોક્કસ અસર પડી છે.

READ ALSO

Related posts

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!