GSTV

લોકડાઉન તરફ આગળ વધી રહ્યો દેશ/ ગુજરાત બાદ પાડોશી રાજ્ય રાજસ્થાને પણ લગાવ્યુ અનેક જિલ્લામાં નાઈટ કર્ફ્યું

શનિવારના રોજ ત્રણ હજારથી પણ વધારે કોરોના પોઝિટીવ કેસ આવ્યા બાદ આખરે રાજસ્થાન પણ હવે ગુજરાતની માફક નાઈટ કર્ફ્યૂ લગાવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ માટે થઈને મોડી રાતે સીએમ નિવાસ સ્થાને મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાને રોકવા માટે અલગ અલગ બિંદુઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જયપુર, જોધપુર, કોટા, અલવર, ભીલવાડા સહિતના સંવેદનશીલ જિલ્લામાં રાતના 9 વાગ્યાથી લઈને સવારને 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.

તો વળી બીજી બાજૂ નિર્ણય લેવાયો છે કે, લગ્ન સમારંભમાં પણ 50 થી વધારે લોકો સામેલ થઈ શકશે નહીં. જણાવી દઈએકે, આ પહેલા સંખ્યા 100 લોકોની છૂટ આપવામાં આવી હતી. ત્યારે આગામી એકાદશી બાદ આવનારા લગ્ન સિઝનમાં તેની સીધી અસર જોવા મળશે.

આ બેઠકમાં પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, શિક્ષણમંત્રી તથા પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા, કૃષિ મંત્રી લાલચંદ કટારિયા સહિત અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. તો વળી જે મંત્રીઓ જયપુરથી બહાર હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં મુખ્ય સચિવ નિરંજન આર્ય અને ચિકિત્સા વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

કહેવાય છે કે, બેઠકમાં સંભવિત નિર્ણયો બાદ ગેહલોતે મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન મંત્રીઓએ પોત-પોતાના ક્ષેત્રના હિસાબે મત રજૂ કર્યા હતા. સાથે જ સીએમ ગેહલોતે વિસ્તારોને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવા પણ જણાવ્યુ છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!