GSTV

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Last Updated on December 2, 2021 by Pritesh Mehta

દેશમાં જ્યાં એક તરફ કોરોના મહામારી માંડ ધીમી પડી છે અને ત્રીજી લહેરનો ખતરો લગભગ ખતમ થઇ ચુક્યો છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા અને અતિજોખમી એવા ઓમિક્રોન વેરિયન્ટથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, હવે દેશમાં પણ ઓમિક્રોન વેરિયન્ટએ દસ્તક કરી દીધી છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા છે જેને લઈને દેશમાં પણ હવે દહેશતનો માહોલ ઉભો થયો છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સંઘ પ્રદેશથી આવી રહ્યા છે.

ઓમિક્રોન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દીવ દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશોમાં આગામી 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નાઈટ કરફ્યુ રાત્રીના 11ટી સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. સંઘ પ્રદેશોમાં લગાવવામાં આવેલ નાઈટ કરફ્યુને લઈને હવે આગામી 31 ડિસેમ્બરે યોજાનારી થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ પર મોટો સવાલ ઉભો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!