GSTV

મુખ્યમંત્રીની મોટી જાહેરાત/ 4 મહાનગરોમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 સુધી કર્ફ્યૂ, ઉતરાયણ સુધી રહેશે આ નિયમો

Last Updated on December 30, 2020 by Pravin Makwana

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો સમય રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. મુખ્યમંત્રી એ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફયૂ લગાવાયેલો છે. જેથી આ કરફયૂને હટાવાની અને તેનો સમય ઘટાડવાની માંગ થઇ રહી હતી. ત્યારે આગામી 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રાત્રિ કરફયૂના સમયમાં 1 કલાકનો ઘટાડો કરીને હવે 14 તારીખ સુધી રાત્રિના 10 વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લાગુ રહેશે..

મહત્વનું છેકે દિવાળી બાદ કોરોનાના વધેલા કેસોને લઇને રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં રાત્રે 9 વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂ લાગુ કરાયો હતો. જેને લઇને અનેક ધંધા રોજગારને વ્યાપક અસર પડી હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે આ રાત્રિ કરફયૂમાં રાત્રે 9 ને બદલે 10 વાગ્યા સુધીનો સમય વધારાયો છે. જો કે આ 1 કલાકના સમયથી કોઇ વધુ ફરક નહીં પડે તેવું ધંધો રોજગાર કરતા લોકોનો મત છે..

READ ALSO

Related posts

Big Breaking / ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી? સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલો શખ્સ કોરોના પોઝિટિવ

Zainul Ansari

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!