GSTV

BIG BREAKING / 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યું મામલે મોટા સમાચાર : ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો આ નિર્ણય

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. આજે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થવા થાય એ પહેલાં જ સરાકરે મોટી જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત રાખવો તે મુદ્દે ચર્ચા થઇ હતી. જેમાં હાલમાં ઓમિક્રોનના ડરને ધ્યાને લઇને સરકારે રાત્રિ કરફ્યુંને યથાવત રાખ્યો છે. જોકે, રાત્રીના કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મહાનગરો

હવે રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ અપાઈ છે. લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ રખાઈ છે. કરર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર કર્યું છે.

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત્
  • રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો
  • રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
  • લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્

કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર કર્યું :

ભાજપે અત્યારથી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના આદેશને પગલે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દિવાળી સ્નેહ મિલનોમાં હજારોની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. પંચાયતોની ચૂંટણી ય જાહેર થઇ છે. આ સંજોગોમાં સરકાર જ પ્રતિબંધો ઉઠાવી લેવાના મતમાં છે. જોકે, ફફડાટના ડરને પગલે કરફ્યું યથાવત રખાયો છે. જોકે, એના સમયમાં ફેરફાર કરાયો છે.

ગુજરાતીઓએ હજુ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. નવો વેરિયન્ટ કેટલો ઘાતક છે અથવા કેટલો માઇલ્ડ છે તે પુરવાર થાય તે અગાઉ પ્રતિબંધો હળવા કરવા જોઇએ નહીં. પંદરેક દિવસમાં જ નવા વેરિયેન્ટને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જોકે, ચર્ચા એવી હતી કે, ગુજરાત સરકાર હવે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉઠાવી લેશે. જોકે, સરકારે કરફ્યુંને યથાવત રાખ્યો છે. હવે જયારે નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મૂકાઇ છે. આજે નવી માર્ગદર્શિકા જાહેર થઇ છે.

Read Also

Related posts

રશિયા vs અમેરિકા/ વિવાદે લીધો નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર વરસ્યા

GSTV Web Desk

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!