NickYankaના લગ્નઃ દેશી ગર્લ થઈ પરદેશી બાબુની, પ્રિયંકા-નિક આજથી પતિ-પત્ની

આખરે બૉલીવુડ ક્વીન અને ગ્લૉબલ આઈકૉન પ્રિયંકા ચોપરા ઇન્ટરનેશન પોપ સ્ટાર નિક જોનસ સાથે કૅથલિક રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ પ્રિયંકા ચોપડાએ આ ખાસ દિવસે કસ્ટમ મેડ રૉલ્ફ રૉરેન ગાઉન અને નિકે પણ રૉલ્ફ લૉરેન આઉટફિટ પેહર્યું હતું.

અંબાણી પરિવાર પણ પહોંચ્યો

તમને જણાવી દઈએ કે સંગીત સેરેમનીમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. તે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને પુત્રી ઈશા અંબાણી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

NickYanka અને તેમની ફેમિલી 29 નવેમ્બરે જ ઉમેદ ભવન પેલેસ પહોંચ્યા હતા, ત્યાર બાદ તેમના મિત્રો અને સગાસંબંધીઓનું આવવાનું ચાલુ હતું. આ સ્ટાર કપલના લગ્ન માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમ જ ખાસ મહેમાનોને જ આમંત્રણ હતું. વેન્યુ પર મોબાઈલ ફોન રાખવાની પણ અનુમતિ નહોતી.

ઉમેદ પેલેસને દુલ્હનની જેમ સજાવાયો

પ્રિયંકાની સંગીત સેરેમની માટે ઉમ્મેદ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. સંગીત સેરેમનની થીમ રાજસ્થાની રાખવામાં આવી હતી. 2 ડિસેમ્બર એટલે કે કાલે પ્રિયંકા અને નિક હિન્દુ રિત-રિવાજથી સાત ફેરા લેશે. પ્રિયંકાના મહેમાનોની લિસ્ટમાં દેશી અને વિદેશી બન્ને મહેમાનોનો સમાવેશ થયો હતો. સૌથી પહેલા શુક્રવારે સલમાનની બહેન અર્પિતા દિકરા આહિલને લઈને જોધપુર પહોંચી. ત્યાર બાદ ફેમસ મેકઅપ મેન મિકી કોન્ટ્રેક્ટર પણ જોધપુર પહોંચ્યા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter