GSTV

ઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝે બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર, સોશિયલ મીડિયામાં લગાવી આગ

ઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝ હાલમાં પ્રેગનન્ટ છે. તેણે બેબી બમ્પ સાથેના પોતાના ફોટો શેર કરીને આ જાહેરાત કરી હતી. નિકી અને તેના પતિ કેનેથ પેટી તેમના પ્રથમ સંતાન અંગે ઘણા રોમાંચિત છે. નિકીના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.નિકી મિનાઝે ફોટો શેર કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો, તેણે લખ્યું હતું કે પ્યાર, લગ્ન અને બાળક. તમારી શુભેચ્છા માટે આભાર.

નિકીએ અલગ અલગ ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં તે યલો કલરના વાળ સાથે દેખાય છે. તો બીજા ફોટોમાં તે બ્લૂ કલરના વાળ સાથે જોવા મળે છે. તમામમાં નિકી ગ્લેમરસ અંદાઝમાં જોવા મળી રહી છે.પોતાના અંતિમ ફોટોમાં તેણે કલરફૂલ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ ડ્રેસ સાથે પોઝ આપેલો છે. અને લખ્યું છે કે આખરે વર્જીન મેરી. તેની પ્રેગનન્સીના સમાચાર જાણીને ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક હસ્તીએ લખ્યું છે કે તું શાનદાર માતા અને બહેન હોઇશ. મારું દિલ તારા માટે ખુશ છે અભિનંદન.

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે નિકી મિનાઝના ભાઈ જેલાની મિનાઝ પર તેની સગીર બહેનના રેપનો આરોપ લાગ્યો હતો. જેલાનીને આ મામલે 25 વર્ષની જેલની સજા થઈ હતી.

READ ALSO

Related posts

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah

સુરત/ લાજપોરની જેલમાં બંધ નારાયણ સાંઈના 14 દિવસના જામીન થયા મંજૂર

Pravin Makwana

ભગવાન આવુ સાસરિયું સૌને આપે/ સસરાએ વહુને ગિફ્ટમાં આપી આલિશાન કાર, ઘરની લક્ષ્મી આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!