GSTV

પ્રિયંકાના પતિને આટલી નાની વયે ગંભીર બિમારી, જાણીને કહેશો આ તો 60 વર્ષની ઉંમરે થાય

Last Updated on October 4, 2019 by Mayur

અમેરિકાના પોપ સ્ટાર નિક જોનસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તે સમય કોમાની નજીક હતો, જ્યારે તેને ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી. તે વખતે નિક કિશોરાવસ્થામાં હતો. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે, નિકના માતા-પિતાએ જ્યારે જોયું કે તેનું વજન ઘટતું જાય છે અને તેને સોડા પીવાની ઈચ્છા રહે છે તો તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

જ્યાં તેને સારવાર દરમિયાન ખબર પડી કે તેને બ્લ્ડ શુગર છે, અને તેનું લેવલ ઘણું વધી ગયું છે કારણ કે તેને ટાઈપ 1 ડાયાબિટીસ છે. તેણે એક મેગેઝિન સાથે વાતચીત દરમિયાન બતાવ્યું હતું કે, હું કોમાની ઘણો નજીક હતો. લગભગ એક દિવસ દૂર હતો જો હું હોસ્પિટલ ન ગયો હોત તો.

તેણે આગળ વાત કરતાં કહ્યું, હું માતા-પિતાને પૂછી રહ્યો હતો કે શું હું સાજો તો થઈ જઈશ ને? હું એ વાતને લઈને ઘણી ચિંતામાં હતો કે હું જે કરવા માગતો હતો તે બધા કામો પર લિમિટ આવી જશે. હું બહુ ડરી ગયો હતો. આજે તે 27 વર્ષનો છે, અને તેને લાગે છે કે આ એક મેનેજ અને કાબૂમાં કરી શકાય તેવી બીમારી છે.

તે કહે છે કે જલદી મને એ વાતનો ખ્યાલ આવી ગયો કે જો તમે ખરેખર પરિશ્રમી હશો તો આ બીમારીને સરળતાથી કાબૂમાં કરી શકશો. થોડા સમય પહેલાં જ નિક જોનસ અને પ્રિયંકા ચોપરાનો એક વીડિયો વાયરલ થયો હતો. નિકના આ વાયરલ વીડિયોને ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો હતો અને બંને વચ્ચે પાવરફુલ બોન્ડિંગ અને પ્રેમના વખાણ કર્યા હતા. પ્રિયંકા અત્યારે પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં બિઝી છે.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!