GSTV

10 વર્ષ મોટી પ્રિયંકા સાથે લગ્ન કરવા અંગે નિકે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ઉંમરના કારણે…

નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની જોડી બોલિવુડની સાથે હોલિવુડમાં પણ ખૂબ ચર્ચામાં રહે છે. બન્નેની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આમતો બન્નેની આ ક્યુટ જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ તેમના મનમાં એક સવાલ હંમેશા રહે છે કે નિક જોનસે પોતાનાથી 10 વર્ષ મોટી પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કેમ કર્યા? આ વાતને લઈને બન્ને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા આવ્યા છે. પરંતુ આજના જમાનામાં આવ વાત એટલું મહત્વ નથી ધરાવતી. પરંતુ ફેન્સના આ સવાલનો જવાબ હવે નિક જોનસે આપ્યો છે.

કૈલીએ એજ ડિફ્રન્સ પર કર્યો નિકને સવાલ

હકીકતે નિક જોનસ 27 વર્ષનો છે અને પ્રિયંકા ચોપડા 37 વર્ષની છે. નિક જોનસ આ સમયે એક સિંગિંગ રિઆલિટી શો જજ કરી રહ્યો છે. આજ શોની બીજી જજ કૈલી ક્લાર્કસને નિક જોનસને મજાકીયા અંદાજમાં તેના અને પ્રિયંકા ચોપડા વચ્ચેની વચ્ચે એજ ડિફ્રન્સ પર સવાલ કર્યો

નિકે આપ્યો આ જવાબ

કૈલીએ નિકને પુછ્યુ- મારી ઉંમર 37 વર્ષની છે, તમારી તો કદાચ 27 છે ને?  હવે કૈલીએ નિકને આ સલાવ તેની મજાક ઉડાવવા કર્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે નિક તેને આ સવાલનો રોકડો જવાબ પકડાવી દેશે. કૈલીના આ સવાલ પર એક્ટર અને સિંગર નિકે જણાવ્યું કે મારી પત્નીની ઉંમર 37 વર્ષ છે અને મને તે વાતથી કોઈ મુશ્કેલી નથી. હું આ વાતને લઈને ખૂબ કુલ છું. નિક જોનસના આ જવાબથી ફેન્સ ખૂબ ઈમ્પ્રેસ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા પણ આ મુદ્દા પર પહેલા ઘણી વખત જવાબ આપી ચુકી છે.

Read Also

Related posts

લોકડાઉન ખતમ થયા બાદ પણ આ રાજ્યમાં ફરજિયાત પહેરવું પડશે માસ્ક, આ લોકોને મફતમાં મળશે

Ankita Trada

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

Ankita Trada

અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા 5 વ્યક્તિઓના નામ અને સરનામા થયા જાહેર, રાખજો સાવચેતી

Karan
Do NOT follow this link or you will be banned from the site!