GSTV
Home » News » પ્રિયંકા સાથે લગ્નના 15 દિવસમાં જ નિકે કરી લીધું ‘બેબી પ્લાનિંગ’, કર્યો મોટો ખુલાસો

પ્રિયંકા સાથે લગ્નના 15 દિવસમાં જ નિકે કરી લીધું ‘બેબી પ્લાનિંગ’, કર્યો મોટો ખુલાસો

પ્રિયંકા ચોપરા અને નિક જોનારે 1-2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમેદ ભવનમાં રૉયલ વેડિંગ કર્યા. લગ્ન ક્રિશ્વન અને હિન્દુ રીતિરિવાજો પ્રમાણે થયા. તે બાદ દિલ્હીમાં શાનદાર રિસેપ્શન પાર્ટી આપી હતી. પ્રિયંકા અને નિકના આ રિસેપ્શનમાં પીએમ મોદી પણ હાજર રહ્યાં હતા. લગ્ન બાદ નિક 15 દિવસ સુધી ભારતમાં રહ્યો.

તે બાદ બંનેએ ઓમનામાં હનીમૂન પણ એન્જોય કર્યુ. તેવામાં હવે નિક અમેરિકા પરત ફર્યો છે. તાજેતરમાં જ નિકે એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા સાથે ફેમિલી પ્લાનિંગ વિશે જણાવ્યું.

નિકે જણાવ્યું કે, હું નિશ્વિત રૂપે એક દિવસ પિતા બનવા માંગુ છુ. મને લાગે છે કે આ એક અસલ સપનું છે અને તેની તરફ મારે ઝડપથી આગળ વધવું છે. આ સાથે તેને તમે બે રીતે જોઇ શકો છે. તમે કહી શકો છે કે આ અયોગ્ય હતું અથવા તમે કહી શકો કે તેણે મને શરૂઆતની ઉંમરમાં જ કેટલાંક વાસ્તિવિક દ્રષ્ટિકોણ આપ્યાં.

નિકે વધુમાં જણાવ્યું કે, મે નાની ઉંમરમાં ઘણીં જિંદગી જોઇ લીધી છે. મને આશા છે કે હું કોઇ દિવસ તેને મારા બાળક સાથે શેર કરી શકું. જણાવી દઇએ કે પ્રિયંકાને બાળકો ખૂબ જ પસંદ છે. તાજેતરમાં જ પ્રિયંકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે ઘણાબધા બાળકો ઇચ્છે છે.

જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ 2 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ બંન્નેએ દિલ્હીમાં એક રિસેપ્શન પાર્ટી આપી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. હવે જાણકારી મળી રહી છે કે પ્રિયંકા-નિક મુંબઈમાં પણ એક રિસેપ્શન પાર્ટી આપી શકે છે. જોકે આ રિસેપ્શન પાર્ટી વિશે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી.

પહેલા જાણવા મળી રહ્યું હતું કે રિસેપ્શન મુંબઈમાં 15 કે 16 ડિસેમ્બરે થશે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી 20 ડિસેમ્બરે આયોજીત કરવામાં આવશે. જાણકારી અનુસાર પ્રિયંકા અને નિકે બાંદ્રાના એક ફાઈવ સ્ટાર હોટલને આ પાર્ટી માટે ફાઈનલ કર્યું છે. એક વખત દરેક વસ્તુ ફાઈનલ થાય પછી તે આમંત્રણ આપવાનું શરૂ કરશે. પાર્ટીમાં બોલીવુડ અને વ્યાપાર જગતના દિગ્ગજોની હાજરી રહે તેવી શક્યતા છે.

Read Also

Related posts

પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં ગોટાળા, એક વર્ષમાં 500 કરોડ રૂપિયાના ખોટા બિલો બન્યા

Arohi

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!