GSTV
Home » News » ફોટો સેશન છોડી પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવા લાગ્યો નિક, viral થઇ રહ્યો છે ‘નિકયંકા’નો આ Cute Video

ફોટો સેશન છોડી પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવા લાગ્યો નિક, viral થઇ રહ્યો છે ‘નિકયંકા’નો આ Cute Video

મેટ ગાલામાં ધમાકેદાર એન્ટ્રી બાદ પ્રિયંકા ચોપરા કાન ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જલવો વિખેરતી નજરે આવી. રેડ કાર્પેટ માટે પ્રિયંકાએ શિમરી બ્લેક અને મરૂન કલરનું થાઇ-હાઇ સ્લીટ ગાઉન પહેર્યુ હતુ. આ ડ્રેસમાં પ્રિયંકાએ સૌકોઇનું દિલ જીતી લીધું હતું.

તે બાદ એક ઇવેન્ટમાં પ્રિયંકાનો વધુ એક ધમાકેદાર લુક જોવા મળ્યો. પ્રિયંકા આ ઇવેન્ટમાં નિક સાથે નજરે આવી. તેણે લવન્ડર કલરનો ખૂબસુરત ડ્રેસ પહેર્યો હતો. ત્યાં નિકે વેલવેટનો બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો. આ જ ઇવેન્ટ દરમિયાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકા અને નિક પોતાની એક ફેન સાથે ફોટો ક્લિક કરાવી રહ્યાં હતાં તે વખતે જ કદાચ પ્રિયંકાના ડ્રેસમાં કોઇ પ્રોબ્લેમ નિકને દેખાઇ ગઇ. પછી થવાનું શું હતું નિક લાગી ગયો પ્રિયંકાનો ડ્રેસ સરખો કરવાના કામમાં.

આ પળને એક વીડિયોમાં કેદ કરી લેવામાં આવી છે જેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. નિકના આ વ્યવહારે લોકોનું દિલ જીતી લીધું છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ આયોજિત મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકાના લુકે સૌકોઇને ચોંકાવી દીધા હતા. જેના કારણે તે ઘણી ટ્રોલ પણ થઇ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફરહાન અખ્તર સાતે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવશે.

Read Also

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

Mansi Patel

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!