GSTV
Home » News » એવોર્ડ નાઈટમાં પત્ની પ્રિયંકા સાથે નિકે લગાવ્યા ઠુમકા, જુઓ Photos

એવોર્ડ નાઈટમાં પત્ની પ્રિયંકા સાથે નિકે લગાવ્યા ઠુમકા, જુઓ Photos

અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના દેખાવને લઇને ખૂબ ચર્ચામાં છે. અવાર-નવાર પ્રિયંકા પોતાના દેખાવથી સૌ કોઈને ઈમ્પ્રેસ કરે છે. આ દરમ્યાન નિયયંકાની અમૂક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ખરેખર, બંને ગ્રેમી એવોર્ડ 2019ને એટેન્ડ કરવા પહોંચી હતી.

આ તસ્વીરોમાં પ્રિયંકા ગ્રીન રંગની શિમરી ડ્રેસમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. તો નિક બ્લેક કોટ-પેન્ટ પહેરીને હેન્ડસમ દેખાઈ રહ્યાં છે. બંને એકબીજાની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે અને ખૂબ મસ્તી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પતિ-પત્નીના આ અંદાજના પ્રશંસકો ખૂબ વખાણ કરી રહ્યાં છે. પ્રિયંકા નિકની સાથે તાલથી તાલ મિલાવતી જોવા મળી રહી છે. તો અમૂક તસ્વીરોમાં નિક હાથમાં ચપ્પુ પકડીને કેક પર એટેક કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈજ પિન્ક’ કરી રહી છે. આ ફિલ્મના અમૂક હિસ્સાનુ શુટિંગ પ્રિયંકાએ લગ્ન પહેલા કર્યુ હતું. ફિલ્મનુ નિર્દેશન સોનાલી બોસ કરી રહી છે.

ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ આયશા ચૌધરીની બાયોપિક છે. તો પ્રિયંકા હૉલીવુડ ફિલ્મ ‘ઈજન્ટ ઈટ રોમાન્ટિક’ને લઇને પણ ચર્ચામાં છે.

ફિલ્મ ‘ઈજન્ટ ઈટ રોમાન્ટિક’ રીલીઝ થયા બાદ પ્રિયંકા ‘સ્કાઈ ઈજ પિન્ક’માં મહત્વના કિરદારની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!