GSTV
Home » News » Video: બોલ સાથે ચેડાં કરતાં ઝડપાયો આ ખેલાડી, કેમેરામાં કેદ થઇ ગઇ હરકત

Video: બોલ સાથે ચેડાં કરતાં ઝડપાયો આ ખેલાડી, કેમેરામાં કેદ થઇ ગઇ હરકત

વેસ્ટઇન્ડીઝના નિકોલસ પૂરન અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં હતો પરંતુ સોમવારે ત્રીજી ઇન્ટરનેશનલ વન ડે મેચ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના પર બોલ સાથે ચેડાં કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પૂરનને અફઘાની ઇનિંગની 31મી ઓવરમાં બોલને જાંઘ પર ઘસતાં અને પછી તેને નખથી ખોદતાં કેમેરામાં જોવામાં આવ્યો છે.

જોત જોતામાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. પૂરન આ સીરીઝમાં વીકેટકિપિંગ નથી રહી રહ્યો. તેને ફીલ્ડીંગ દરમિયાન આ રીતે બોલ ઘસતાં જોવામાં આવ્યો અને તેને નખથી ખોદતાં નજરે આવ્યાં બાદ તેની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. જો આઇસસી તેને બોલ સાથે ચેડાં કરવા અંગે દોષી ઠેરવે તો તેને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

ક્રિકેટ જગત પણ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિત. ડેવિડ વોર્નર અને કેમરાન બેનક્રૉફ્ટના બોલ ટેમ્પરિંગ વિવાદને ભૂલી નથી શક્યુ. આ મામલાના કારણે સ્મિથ અને વૉર્નર પર એક-એક વર્ષનો અને બેનક્રૉફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

જો પૂરન પર પ્રતિબંધ મુકવામાં આવે તો તે વેસ્ટઇન્ડિઝ માટે મોટો ઝટકો હશે. તે 16 મેચોની 14 ઇનિંગમાં 44.58ની સરેરાશથી 535 રન બનાવી ચુક્યો છે. તેણે આ દરમિયાન 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે.

વેસ્ટઇન્ડીઝે કર્યો અફઘાનિસ્તાનનો સફાયો

શાઇ હોપની અણનમ સદી (109)ની મદદથી વેસ્ટઇન્ડીઝે અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવીને ત્રણ મેચની સીરીઝમાં તેનો 3-0થી સફાયો કર્યો. અફઘાનિસ્તાને અસગર અફઘાન (86)ની ઇનિંગથી 7 વિકેટ પર 249 રન બનાવ્યા. તેના જવાબમાં વેસ્ટઇન્ડીઝે 8 બો બાકી રહેતાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસેલ કર્યો. હોપને મેન ઑફ ધ મેચ અને રોસ્ટન ચેસને મેન ઑફ ધ સીરીઝથી નવાજવામાં આવ્યા.

Read Also

Related posts

આરોપીને પકડવા ગયેલી એલસીબીની ટીમ પર લોકોએ કર્યો હુમલો, પાંચ જવાન ઘાયલ

Nilesh Jethva

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!