GSTV

RTIમાં થયો મોટો ખુલાસો/ આરોગ્ય સેતૂ એપ કોણે બનાવી, કોણ ચલાવે છે, ફાઈલો ક્યાં જાય છે કોઈની પાસે નથી જાણકારી

કેન્દ્રીય માહિતી ખાતાએ મંગળવારે સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર, ઈલેક્ટ્રોનિક મંત્રાલય, રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર તથા NeGDને કારણ બતાવો નોટિસ આપી છે. આ તમામ પર આરોગ્ય સેતૂ એપ સાથે જોડાયેલી આરટીઆઈના જવાબ આપવામાં રોડા નાખવા તથા સ્પષ્ટ રીતે જવાબ નહીં આપવાનો આરોપ લાગ્યો છે. આયોગે નોટિસમાં પૂછ્યુ છે કે, આરટીઆઈ અધિનિયમની કલમ 20 અંતર્ગત તેમના પર દંડ કેમ કરવામાં આવ્યો નહીં.

કેન્દ્રીય માહિતી ખાતાએ NICને એ જણાવવા કહ્યુ છે કે, જ્યારે Aarogya Setu વેબસાઈટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્લેટફોર્મને (NIC) દ્વારા ડિઝાઈન, ડેવલપ્ડ અને હોસ્ટ કરવામાં આવ્યુ છે, તો કઈ રીતે તેને એપ ક્રિએશન વિશે કોઈ જાણકારી ન હોય.માહિતી વિભાગે વનજા એન સરણને આદેશ આપ્યો છે કે, આયોગે NIC ના માહિતી ખાતાને આદેશ આપ્યો છે કે, તે આ મામલે લેખિતમાં જણાવે કે, તેમની પાસે આ વિશે કોઈ જાણકારી નથી, તો વેબસાઈટ https://aarogyasetu.gov.in/ના ડોમેન નેમમાં gov.in સાથે કઈ રીતે જોડાયેલુ છે ?

આ એકદમ વાહિયાત દલીલ છે-CIC

સીઆઈસીએ કહ્યુ હતું કે, કોઈ પણ CPIOને આ વિશે કંઈ પણ સ્પષ્ટ કર્યુ નથી કે, એપને કોણે બનાવ્યુ છે, ફાઈલો ક્યાં છે, આ એકદમ વાહિયાત વાત છે. આયોગે જે લોકોને નોટિસ મોકલી છે, તેમાં નાયબ નિયામક અને સીપીઆઈઓ એસના ત્યાગી, નાયબ નિયામક ઈલેક્ટ્રોનિક્સ ડીકે સાગર અને વરિષ્ઠ એચ આર અને એડમિન તથા સીપીઆઈઓ NeGD આરએ ધવન શામેલ છે. સીઆઈસીએ આ આદેશ સૌરવ દાસ દ્વારા દાખલ કરવામા આવેલી એક અરજીના અનુસંધાનમાં ખુલાસો થયો છે. જેમાં કહેવાયુ છે કે, આરોગ્ય સેતૂ એપ અને તેના નિર્માણમાં અને પ્રક્રિયા વિશે કોઈ પાસે જાણકારી નથી.

તેમણે કહ્યુ હતું કે, NICમાં આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમની પાસે NIC એપના નિર્માણથી સંબંધિત કોઈ જાણકારી નથી. એપના ડેવલપર હોવાના નાતે આ પ્રકારની વાત કરવી કે, અમારી પાસે કોઈ જાણકારી નથી, નવાઈ પમાડે તેવી વાત છે. તેમણે આગળ જણાવ્યુ છે કે, NeGC અને MeitY ના એપ ક્રિએશન અને અન્ય બાબતો સંબંધિત કોઈ જાણકારી આપી નથી.

સીઆઈસીએ કહ્યુ હતું કે, અધિકારીઓનું આ પ્રકારનું વલણ બહુ ખરાબ બાબત છે. આયોગે MeITYના તમામ ત્રણ CPIO ઓફ માઈબિલિટી, NeGD અને NIC ને નિર્દેશિત કર્યા છે કે, તે 24 નવેમ્બર 2020 પહેલા આ અંગે જાણકારી આપે જેથી તેમના વિરુદ્ધ આરટીઆઈ અધિનિયમની કલમ 20 અંતર્ગત ફરિયાદ દાખલ કરી શકાય.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!