GSTV

ISIS ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં, NIAએ જાણો દેશમાંથી કેટલાની કરી ધરપકડ

આતંકી સંગઠન આઇએસઆઇએસ ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએએ) ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૧૦ લોકોની ધરપકડ કરી આ હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. એજન્સીએ દેશમાં આશરે ૧૭ જેટલા સ્થળે તપાસ અભિયાન ચલાવ્યું હતું જે દરમિયાન આ ૧૦ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. હરકત ઉલ હર્બ એ ઇસ્લામ નામે આતંકીઓએ મોટા હુમલાનું કાવતરું ઘડ્યું હતું. ૨૬મી જાન્યુઆરી પહેલા જ એજન્સીને મોટી સફળતા મળી છે.

એનઆઇએના ઇન્સ્પેક્ટર જનરલ આલોક મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના આમરોહા જિલ્લામાંથી પાંચ લોકોની ધરપકડ કરી છે. અમને આશરે ૧૬ લોકો પર શંકા હતી તેમાંથી ૧૦ની ધરપકડ કરવામા આવી છે. ઉત્તર પ્રદેશના લખનઉ, આમરોહા, હાપુર. દિલ્હીના સીલમપુર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧૦૦ જેટલા મોબાઇલ, ૧૩૫ જેટલા સીમકાર્ડ જપ્ત કર્યા છે. આ ઉપરાંત દેશી બનાવટના સાત ગ્રેનેડ લોંચર, મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. આખી રાત તપાસ અભિયાન ચલાવ્યું હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદો આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતા. કેમ કે તેમની પાસેથી જે સામગ્રી મળી આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કોઇ એક બે નહીં પણ અનેક બોમ્બ બનાવી રહ્યા હતા. ૨૫ કિલો જેટલુ કેમિકલ પણ જપ્ત કર્યું છે કે જેની મદદથી રિમોટ કન્ટ્રોલ બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત ૧૩ જેટલી પિસ્તોલ પણ જપ્ત કરી છે. આ હુમલાના કાવતરાને એક સ્થાનિક શખ્સ મુફ્તિ સુહૈલની મદદથી ઝડપી પાડવામાં આવ્યું હતું. મુફ્તિ સુહૈલ ઉત્તર પ્રદેશના આમરોહા જિલ્લામાં આવેલી એક મસ્જિદમાં કામ કરતો હતો.

એજન્સીએ દાવો કર્યો હતો કે આ હુમલો પોતાના ખર્ચે કરવાની તૈયારી હતી, જોકે એક આતંકી હતો કે જે આ ૧૦ લોકોનો દોરીસંચાર કરી રહ્યો હતો. આ આતંકી વિદેશી હોવાની શંકા છે. પાંચ દિલ્હીમાંથી જ્યારે પાંચ ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયા હતા. કુલ ૧૬ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી જેમાંથી બાદમાં ૧૦ લોકોની ધરપકડ કરાઇ છે અને બાકીનાને છોડી મુકવામાં આવ્યા છે. જોકે આ મામલે હજુ વધુ કેટલાકની ધરપકડ થઇ શકે છે. આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે, જેની પૂછપરછ થઇ રહી છે.

Related posts

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah

એશિયાની સૌથી મોટી ઝૂંપપટ્ટીમાં વરસ્યો Coronaનો કહેર, 1 વ્યક્તિના મોતથી મચ્યો હડકંપ

Ankita Trada

તબલીગી જમાતના લોકોએ ક્વોરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગેરવર્તણૂક, ચહેરા પર થૂકવાનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!