GSTV

J & K : ગિલાનીની સંપત્તિ પર NIAની નજર, 150 કરોડની સંપત્તિ થઇ શકે છે જપ્ત

Last Updated on August 4, 2017 by

એનઆઇએ દ્વારા જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોના મોરચા હુર્રિયત કોન્ફરન્સ ગિલાની જૂથના 7 નેતાઓ દ્વારા આતંકવાદીઓને આર્તિક મદદ મામલે તપાસ શરૂ કરી છે.

એનઆઈએ દ્વારા સાતેય આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે તપાસમાં એનઆઈએ દ્વારા સૈયદ અલી શાહ ગિલાની અને તેના પરિવારના લોકોની 14 કથિત મિલ્કતોને ચિન્હિત કરવામાં આવી છે. આ મિલ્કતોની કિંમત 100થી 150 કરોડ વચ્ચે હોવાનું કહેવામાં આવે છે.

કાશ્મીરમાં ટેરર ફંડિંગ મામલે હુર્રિયતન કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીની પૂછપરછની શક્યતા છે. સંસદમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂએ કહ્યું છે કે ગિલાની સહિતના હુર્રિયતના નેતાઓની પૂછપરછ થશે. કાયદાકીય પ્રક્રિયામાં કોઈને બક્ષવામાં આવશે નહીં.

એનઆઈએની યાદીમાં સામેલ મિલ્કતોના હવાલા અને બેનામી સંપત્તિના મામલામાં તપાસ થઈ રહી છે.જેમાં શૈક્ષણિક સંસ્થા, રહેણાંક મકાનો, કાશ્મીરમાં ખેતીલાયક જમીન અને દિલ્હીના ફ્લેટનો સમાવેશ થાય છે. આ મિલ્કતો કથિતપણે ગિલાની, તેના પુત્રો નસીમ અને નઈમ, પુત્રી અનીશા, ફરહદ, જમશિદા, ચમશિદાના નામની છે. અનીશા અને ફરહત ગિલાનીની બીજી પત્નીઓથી થયેલી પુત્રીઓ છે.

આ મિલ્કતોમાં સૌથી મહત્વની સંપત્તિ સોપોરમાં આવેલી યુનિક પબ્લિક સ્કૂલ છે. 7 એક જમીન પર આવેલી સ્કૂલની બજાર કિંમત 30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એનઆઈએને જાણકારી મળી છે કે સ્કૂલ માટેની જમીન 2001માં ગિલાનીના સંગઠન તહરીક-એ-હુર્રિયતને દાનમાં આપવામાં આવી હતી.

વર્ષ-2006માં 5.3 એકર જમીન સીધી ગિલાનીને અને 2017માં 1.7 એકર જમીન ગિલાનીના પુત્ર નસીમને સ્કૂલના પ્રિન્સિપલ જી. એમ. ભટ્ટ દ્વારા ભેંટમાં આપવામાં આવી છે. ભટ્ટ સ્કૂલ ચલાવનારા મિલ્લી ટ્રસ્ટના આજીવન સંરક્ષક છે. એનઆઈએ જી. એમ. ભટ્ટની પુછપરછ કરી રહી છે.

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!