GSTV

આતંકી સંગઠન ISના મોડ્યુલને તોડવા NIAની ટીમે દરોડા પાડ્યા, ત્રણની અટકાયત

Last Updated on June 21, 2019 by Mayur Vora

આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસનું વધુ એક મોડ્યુલ તોડવા એનઆઈએની ટીમે યુપીના અમરોહા અને હાપુરમાં દરોડા પાડ્યા. યુપીના હાપુડ જિલ્લાના ગઢ મુક્તેશ્વરમાં પણ એનઆઈએની ટીમ પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. તેમજ ત્રણ લોકોની અટકાયત કરી છે. એનઆઈએની ટીમે ગત શુક્રવારે મેરઠના મુંડાલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા જિસૌરા ગામના શખ્સને હાપુડથી ઝડપી પાડ્યો હતો. જે બાદ શનિવારે ગાઝિયાબાદના ધૌલાના વિસ્તારમાંથી શહજાદ નામના યુવકને ઝડપ્યો હતો.

એનઆઈએના મતે ઝડપાયેલા શખ્સે અફસાર અને શાહજાદ પિપલેડાની જામિયા હુસૈનિયા અબુલ હસન મદરેસામાં શિક્ષક હતા. જેમાં અફસાર તે યુવકોની ગેંગમા સામેલ હતો. જેઓ દિલ્હી અને ઉત્તર ભારત સહિતના શહેરોમાં આત્મઘાતી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. આ શખ્સો આઈએસ સાથે સંકળાયેલી સંસ્થા હરકત-ઉલ-હર્બ-ઈસ્લામ માટે કામ કરતા હતા.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!