GSTV

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

જમ્મુ

Last Updated on July 31, 2021 by Bansari

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે, એનઆઈએએ જમ્મુમાં આઈઈડીથી ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટ કરવાના ષડયંત્રમાં શનિવારે જુદા-જુદા 14 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. આમાં શોંપિયા, અનંતનાગ, બનિહાલ અને સુંજવાનનો સમાવેશ થાય છે. જમ્મુમાં આઈઈડી રીકવરી મુદ્દે પોલીસે પકડેલા બે આતંકીની પૂછપરછ બાદ અન્ય બે લોકોની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા લોકોની ઓળખ-પરેડમાં નદીમ ઐયુબ રાથર અને તાલિબ ઉર રહેમાન નામ સામે આવ્યા હતા. આ બંને શખ્સો શોપિંયા અને બનિહાલના રહેવાસી છે. આ બંનેની પૂછપરછ બાદ એનઆઈએ દરોડા પાડયા હતા. સૂત્રો અનુસાર, આતંકીઓના ટાર્ગેટ પર જમ્મુના ધાર્મિક સ્થળો હતા. આતંકી નદીમને એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો તે દિવસે જ ધરપકડ કરવામાં આવી હતી.

ગત 27 જૂને જમ્મુના નરવાલ વિસ્તારમાં આઈઈડી સાથે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. જો કે, ગૃહમંત્રાલયે થોડા દિવસ પહેલાં આ તપાસ એનઆઈએને સોંપી હતી જયારે આઈઈડીની સાથે બે શખ્સો ઝડપાયા હતા. એ સમયે જમ્મુ એરબેઝ પર બે ડ્રોનથી હુમલો થયો હતો.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!