GSTV

મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્યના નિવાસસ્થાને એનઆઈએ દ્વારા દરોડો

Last Updated on August 1, 2018 by

એનઆઈએ દ્વારા મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય યમથોંગ હાઓકીપના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો છે. કોંગ્રેસી ધારાસભ્ય યમથોંગ હાઓકીપના ઘરે દરોડામાં એનઆઈએ દ્વારા હથિયાર અને કારતૂસો કબજે કરાયા છે. આમા પોલીસ મહાનિદેશકની ગાયબ થયેલી એક પિસ્તોલ પણ સામેલ છે. યમથોંગ હાઓકીપ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના મંત્રિપુખીમાં સૈકુલ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. મંગળવારે તેમના નિવાસસ્થાને એનઆઈએ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

મણિપુર રાઈફલ્સ બટાલિયનના પરિસરમાં આવેલા ડીજીપી પૂલ કોટામાંથી 56 પિસ્તોલ અને 58 મેગઝીનના ગાયબ થવાના ફોજદારી મામલામાં એનઆઈએ દ્વારા તપાસ થઈ રહી છે. આ હથિયારો સપ્ટેમ્બર-2016થી 2017ના પ્રારંભિક મહિનાઓ વચ્ચે ગાયબ થયા છે. પ્રવક્તાનું કહેવું છે કે ધારાસભ્યના પરિસરમાંથી 26.40 લાખ રૂપિયાની રોકડ, 20 લાખ રૂપાની કિંમતના સોનાના ઘરેણાની સાથે ડીજીપી શસ્ત્રાગારમાંથી ગાયબ થયેલી નાઈન એમ. એમ.ની એક પિસ્તોલ, અમેરિકન બનાવટની એક પિસ્તોલ અને મેગઝીન, અન્ય બિનપરવાનેદાર પિસ્તોલ, બે બંદૂકો અને 45 કારતૂસો જપ્ત કરવામાં આવ્યા છે.

Related posts

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!