GSTV
Gujarat Government Advertisement

ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને સંભળાવી સજા અને ફટકાર્યો દંડ

Last Updated on October 17, 2020 by Mansi Patel

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 15 આતંકીઓને સજા સંભળાવી છે. આ આતંકીઓ ભારતમાં આઈએસઆઈએસની શાખા ખોલવા અને યુવાનોને તેમાં શામેલ કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યાં છે. કોર્ટે દોષિતોને 10, 7 અને પાંચ વર્ષના કારાવાસ સિવાય દંડની સજા ફટકારી છે.

શું છે આખો કેસ

આ કેસ વર્ષ 2015નો છે. જ્યારે એનઆઈએએ સોશયલ મીડિયાના માધ્યથી યુવાનોને ભોળવીને આઈએસઆઈએસ સાથે જોડાવવાનું ષડયંત્રમાં કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમયાન એનઆઈએએ દેશના કેટલાક શહેરોમાં તલાશી અભિયાન ચલાવીને 19 આરોપીઓની ધરપકડકરી હતી. તપાસ પૂરી થયા બાદ એનઆઈએએ 2016-17માં 16 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી. તે બાદ વિશેષ અદાલતે 16 ઓક્ટોબર 2020ના રોજ 15 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં અને કઠોર કારાવાસ સિવાય દંડ ફટકાર્યો છે.

કોર્ટ દ્વારા દેવામાં આવેલી સજા અને દંડ

  • નસીફ ખાન – 10 વર્ષની સજા અને 1 લાખ 3 હજાર રૂપિયાનો દંડ
  • મુદાબિર મુશ્તાક શેખ – 7 વર્ષની સજા અને 65 હજાર રૂપિયાનો દંડ
  • અબુ અનાસ – 7 વર્ષની સજા અને 48 હજાર રૂપિયાનો દંડ
  • મુફ્તી અબ્દુસ સામી – 7 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ
  • અજહર ખાન – 6 વર્ષની સજા અને 58 હજાર રૂપિયાનો દંડ
  • અમજદ ખાન – 6 વર્ષની સજા અને 78 હજાર રૂપિયાનો દંડ
  • મોહમ્મદ શરીખ મોઈનુદીન – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • આસિફ અલી – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • મોહમ્મદ હુસૈન હુસૈન – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • સૈયદ મુજાહિદ – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • નજમુલ હુદા – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • મોહમ્મદ અબ્દુલ્લાહ – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • મોહમ્મદ અલીમ – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • મોહમ્મદ અફઝલ – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
  • સોહેલ અહમદ – 5 વર્ષની સજા અને 38 હજાર રૂપિયાનો દંડ
Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!