રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આજે મંગળવારે સવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધિત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈની નજીકના સ્થળો પર NIA દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈને થોડા દિવસો પહેલા પંજાબની જેલમાંથી દિલ્હીમાં NIA હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ બાદ આજે આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. લોરેન્સને દિલ્હી લાવ્યા બાદ NIA લગભગ 5 રાજ્યોમાં દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બિશ્વોઈની લગભગ 20 જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે.
બિશ્નોઈ ગેંગના ચાર સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી
આ પહેલા પંજાબના રૂપનગર જિલ્લામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ચાર સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, એક મેગેઝિન અને 22 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે ધરપકડ અંગે આ માહિતી આપી હતી. રૂપનગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વિવેક શીલ સોનીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો પાસેથી ત્રણ પિસ્તોલ અને 22 કારતૂસ મળી આવ્યા છે.
એક સૂચના પર કાર્યવાહી કરીને પોલીસ અધિક્ષક (જાસૂસી) માનવવિંદરબીર સિંહની આગેવાની હેઠળની એક ટીમે શનિવારે કુલદીપ સિંહ કારી, કુલવિંદર સિંહ ટિંકા, સતવીર સિંહ શમ્મી અને બિઅંત સિંહની ધરપકડ કરી હતી. એસએસપીએ કહ્યું કે ચારેય આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું કે ગયા મહિને લુધિયાણામાં કારી, ટિંકા અને શમ્મી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો.
READ ALSO
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક