GSTV

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પુલવામાં હુમલામાં NIAને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ શુક્રવારના રોજ આ મામલે ધરપકડ કરી છે. NIAએ આતંકી અને જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉંડ વર્કર શાકિર બશીર માગરેને કાશ્મીરમાંથી ઝડપી પાડ્યો છે.શાકિરે આત્મધાતી હુમલાખોર આદિલ અહમદ ડારને શરણ અને અન્ય સહાયતા આપી હતી. શાકિર પુલવામાનો રહેવાસી છે અને તેને ફર્નિચરની દુકાન છે.

આદિલ અહમદ ડાર એ આતંકી હતો, જેણે કારમાં સવાર થઈને સુરક્ષાજવાનોના કાફલની વચ્ચે ઘૂસ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. શાકિરે ખુલાસો કર્યો છે કે, તેને આદિલ અહમદ ડાર અને અન્ય એક આતંકવાદી મોહમ્મદ ફારુકને વર્ષ 2018માં પોતાના ઘરમાં શરણ આપી હતી.

કેવી રીતે કર્યો હતો આદિલે હુમલો ?

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સીઆરપીએફની બસ પર હુમલો કર્યો હતો. બપોરના લગભગ 3.30 કલાકની આસપાસ આદિલ અહમદ ડાર કાર લઈને આવ્યો અને જવાનોના કાફલાની વચ્ચે ઘૂસ્યો, ત્યાર બાદ સીઆરપીએફના જવાનોની બસ સાથે ટક્કર આપી બસને કચ્ચર ઘાણ કરી નાખી હતી. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા.

ફોનમાંથી મળ્યા અગત્યના પુરાવા

માર્ચ 2019માં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કામરાનના મોબાઈલમાંથી મહત્વની પુરાવા મળ્યા હતા. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, તેના મોબાઈલ ફોનમાંથી અમને વીડિયો મળ્યો હતો, જેમાં અમુક પ્રકારના વિસ્ફોટક સાથે નાઈટ્રેટ અને RDX મિશ્રણ કરતો હોવાનો વીડિયો મળ્યો હતો. તેની સાથે અમુક નંબર પણ મળી આવ્યા હતા.

પાકિસ્તાનથી RDX લાવ્યા હોવાની શંકા

એનઆઈએને શંકા છે કે, આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલો 80 કિલો RDX ક્રોસ એલઓસી ટ્રેડ રૂટનો ઉપયોગ કરી પાકિસ્તાનમાંથી લવાયો છે. એનઆઈએ જણાવ્યું છે કે, માગરે સાથે પૂછપરછ કર્યા બાદ વધુ ખુલાસો થવાની આશા છે.

READ ALSO

Related posts

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan
Do NOT follow this link or you will be banned from the site!