GSTV
Trending ગુજરાત

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના ઉત્તર કાશી ખાતે એડવાન્સ રીસર્ચ કોર્સના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા છે.દ્રૌપદીકા દંડા–૨ શિખર ઉપર આરોહણ કરવા માટે ગયેલા ૫૦ તાલીમાર્થીઓને અકસ્માત નડ્યો છે. તેમાંથી ૩૦ જણા બરફની તિરાડ એટલે કે કેવાસમાં ધસી ગયેલા છે અને ૮ ને બહાર કઢાયેલા છે. એડવાન્સ કોર્સ ૨૮ દિવસનો હોય છે તેમાં ગુજરાતના ૪ તાલીમાર્થીઓ છે.

૧. ​ભરતસિંહ પરમાર ​​રાજકોટ ​શિક્ષક અને પર્વતારોહી

૨. ​કલ્પેશ બારૈયા ​ભાવનગર ​પર્વતારોહી

૩. ​અર્જુનસિંહ ગોહિલ ​​ભાવનગર ​પર્વતારોહી

૪. ​ચેતના રાખોલિયા ​​સુરત ​પોલીસ

આ ચારેય તાલીમાર્થીઓ ગુજરાત રાજ્યની પરતારોહણ સંસ્થા માઉન્ટ આબુ ખાતે આવેલી છે તેના માનદ ઇન્સ્ટ્રકટર છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી અને માનદ ઇન્સ્ટ્રકટર અને પૂર્વ સેનેટ સભ્ય નિકુંજ બલરે તાત્કાલિક મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતના ચારેય ઇન્સ્ટ્રકટરો સહી સલામત પરત આવે તે માટે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

READ ALSO

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV