GSTV

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

NHAI

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ક પ્રાધિકરણ (NHAI) માં સોનેરી તક છે. NHAIમાં ડેપ્યૂટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. તેના માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઉમેદવારો NHAI વેબસાઇટ recruitment.nta.nic.in અથવા nhai.gov.in પર જઈને અરજી કરી શકે છે. આવતીકાલે 29મી નવેમ્બર ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)ના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) ની પોસ્ટ માટે કુલ 17 જગ્યાઓ છે. બિન અનામત વર્ગ માટે 6 જગ્યાઓ ખાલી છે. જ્યારે SC માટે 3, ST માટે 1, OBC માટે 5 અને EWS માટે 2 જગ્યાઓ ખાલી છે.

NHAI

ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)ના પદ માટે વય મર્યાદા વિશે વાત કરીએ તો 35 વર્ષ સુધીના ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. જો કે અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી મેનેજર (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ) ના પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBTના આધારે કરવામાં આવશે. તેને પાસ કર્યા પછી ડોક્યૂમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થશે.

NHAI માં ડેપ્યૂટી મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)ના પદ માટે શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ અથવા માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (ફાઇનાન્સ) ડિગ્રી (નિયમિત અભ્યાસક્રમ દ્વારા) હોવી જોઈએ. ઉપરાંત પ્રતિષ્ઠિત સંસ્થામાં વિતરણમાં ચાર વર્ષનો અનુભવ જેમાં ‘ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ’ને અનુસરીને જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા છ મહિનાનો પૂર્વ અનુભવ હોવો જોઈએ.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!